અબોલ જીવોનો આશરો છીનવાયો ? પાંચોટમાં ઐતિહાસિક ઢોર ડબ્બાની જગ્યાએ પંચાયત ઘર બનાવવા મુદ્દે ગ્રામજનો અને તંત્ર સામસામે
ગાયકવાડ સમયનો ઢોર ડબ્બો તોડી પંચાયત ભવન બનાવવા સામે ખેડૂતોમાં રોષ. તલાટીએ ધમકી આપ્યાના આક્ષેપ વચ્ચે વિવાદ વકર્યો.
મહેસાણાના પાંચોટ ગામમાં વર્ષો જૂના ઢોર ડબ્બાની જમીન પર પંચાયત ઘરના નિર્માણને લઈને ઉગ્ર વિરોધ ફાટી નીકળ્યો છે. ગ્રામજનો અને ખેડૂતોનો આક્ષેપ છે કે આ ઢોર ડબ્બો ગાયકવાડ શાસનના સમયનો છે અને તેને તોડી પાડવાના કારણે કેટલાક પશુઓના મોત પણ થયા છે. ગ્રામજનોએ 60થી વધુ સહીઓ સાથે લેખિત અરજી કરી માંગ કરી છે કે પંચાયત ઘર અન્ય જગ્યાએ બનાવવામાં આવે અને આ જગ્યા પશુઓ માટે ખુલ્લી રાખવામાં આવે.
આ વિવાદમાં ત્યારે વળાંક આવ્યો જ્યારે ગ્રામજનોએ તલાટી પર પોલીસ કેસની ધમકી આપી ડરાવવાનો ગંભીર આરોપ લગાવ્યો. તલાટીના આ વલણથી ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
બીજી તરફ, સરપંચે આ તમામ આક્ષેપોને નકારી કાઢતા જણાવ્યું છે કે નવું પંચાયત ઘર જૂની પંચાયતની જગ્યાએ જ બની રહ્યું છે અને રખડતા ઢોરો માટેનો ડબ્બો અગાઉથી જ કાર્યરત છે. સરપંચે લેખિત અરજી મળી હોવાનો પણ ઇનકાર કર્યો છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર ગ્રામજનોની માંગ સામે નમતું જોખશે કે વિરોધ વચ્ચે પણ બાંધકામ ચાલુ રહેશે.
ત્રીજા વિશ્વયુદ્ધની દહેશત ! બીજા વિશ્વયુદ્ધનો શિકાર બનેલો આ દેશ કેમ ખરીદી રહ્યો છે ટનબંધ Gold જ Gold?
પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણનો વડોદરાના જમીન વિવાદ મામલે હાઈકોર્ટમાં
રાજકોટ મેયર પદની રેસ તેજ, સંભવિત નામો અને જ્ઞાતિગત સમીકરણો ચર્ચામાં
અમદાવાદના મેયર કોણ બનશે? કયા પ્રમુખ નામો હાલ ચર્ચામાં
કિર્તીદાન ગઢવીની મુશ્કેલી વધી: માર મારવાના આક્ષેપમાં હાઇકોર્ટની નોટિસ
