સમાજમાં સ્ત્રી પુરુષ અસમાનતા અંગે પાટીદાર અગ્રણીની દીકરીએ આપ્યુ મોટુ નિવેદન- જુઓ Video
સમાજમાં સ્ત્રી પુરુષ અસમાનતાને લઈને પાટીદાર અગ્રણી અને અમરેલી ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીની દીકરી મેઘના સંઘાણીએ ખુલીને તેમના મંતવ્યો રજૂ કર્યા. પાટીદાર સમાજમાં દીકરા-દીકરીની અસમાનતા અને દીકરીઓની ઘટ બાબતે પણ તેમણે પોતાનો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો.
આપણે જોયુ છે કે સ્ત્રી પુરુષ સમાનતાની વાતો તો બહુ થાય છે પરંતુ દીકરીઓના ઉછેર બાબતે હંમેશા અનેક પરિવારોની અંદર કેટલાક ભેદભાવ જોવા મળે છે. અનેક સમાજમાં દીકરાની સરખામણીએ દીકરીઓને એટલી સ્વતંત્રતા નથી મળતી જેની તે હક્કદાર છે. અમુક કિસ્સાઓમાં તો દીકરીઓને તેમનો મરજી મુજબનો જીવનસાથી પસંદ કરવામાં પણ ક્યાંકને ક્યાંક સમાજના બેડીઓમાં બાંધી દેવામાં આવે છે. આ તમામ મુદ્દે ભાજપ નેતા દિલીપ સંઘાણીના પુત્રી મેઘના સંઘાણીએ જણાવ્યુ કે કેટલાક કિસ્સાઓમાં દીકરીઓને પોતાની ઓળખ ઉભી કરવા માટેની પૂરતી છૂટ મળતી નથી. જો દીકરી પોતાની ઓળખ બનાવવા માટે આગળ આવે તો પણ તેના પર ક્યાંકને ક્યાંક સમાજ દબાણ ઉભુ કરે છે.
સમાજના પ્રેશરથી દીકરીઓની ખુલ્લીને જીવવાની ઈચ્છા સમાજના બંધનોને કારણે મરી જાય છે. છેવટે માતાપિતા સમાજના દબાણને કારણે માતાપિતા પણ એવુ વિચારવા લાગે કે છોકરી નથી જોઈતી. જો કે હવે સમય બદલાયો છે. માતાપિતા દીકરા-દીકરીનો ભેદ નથી રાખતા સમાજના બંધનને છોડીએ તો પ્રશ્નો ન સર્જાય.
સમાજમાં દીકરીઓ નથી તેની પાછળ પણ સમાજના બંધનો જવાબદાર હોવાનું મેઘના સંઘાણીએ જણાવ્યુ. જો સમાજના બંધનો પરત્વે થોડી બાંધછોડ કરવામાં આવે તો અનેક સમસ્યાનું સમાધાન આપોઆપ આવી જાય.
