Ahmedabad : ચંડોળા તળાવમાં સતત બીજા દિવસે ડિમોલિશન ! તમામ ગેરકાયદે મકાનો તૂટશે નહીં ત્યાં સુધી કાર્યવાહી રહેશે ચાલું, જુઓ Video

Ahmedabad : ચંડોળા તળાવમાં સતત બીજા દિવસે ડિમોલિશન ! તમામ ગેરકાયદે મકાનો તૂટશે નહીં ત્યાં સુધી કાર્યવાહી રહેશે ચાલું, જુઓ Video

| Edited By: | Updated on: Apr 30, 2025 | 2:31 PM

અમદાવાદમાં ચંડોળા તળાવ વિસ્તારમાં સતત બીજા દિવસે પણ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. પાકા મકાનો તોડવાની કામગીરી શરુ કરવામાં આવી છે. તળાવની અંદર બનેલા પાકા મકાનો ઉપર પણ તવાઈ હાથ ધરવામાં આવી છે.

અમદાવાદમાં ચંડોળા તળાવ વિસ્તારમાં સતત બીજા દિવસે પણ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. પાકા મકાનો તોડવાની કામગીરી શરુ કરવામાં આવી છે. તળાવની અંદર બનેલા પાકા મકાનો ઉપર પણ તવાઈ હાથ ધરવામાં આવી છે. ગેરકાયદે બાંધકામો પર દાદાનું બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. તમામ ગેરકાયદે મકાનો તૂટશે નહીં ત્યાં સુધી કાર્યવાહી ચાલું રાખવામાં આવશે.

ટોરેન્ટની ટીમ દ્વારા ગેરકાયદે વીજ જોડાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. 1.4 લાખ સ્કવેર મીટર વિસ્તારમાં ગેરકાયદે દબાણ હાથ ધરવામાં આવ્યું હતુ. અલગ- અલગ ફેઝમાં ગેરકાયદે બાંધકામ તોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ટોરેન્ટની ટીમ દ્વારા ગેરકાયદે વીજ જોડાણો દૂર કરવાની કામગીરી

તો મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાતા ચંડોળા તળાવ વિસ્તારમાં અમદાવાદના ઈતિહાસની સૌથી મોટી ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ છે. ગઈકાલે હજારો સ્કવેર વિસ્તાર જમીન દબાણ મુક્ત કર્યા બાદ આજે સતત બીજા દિવસે તંત્ર દ્વારા દબાણો પર બુલડોઝર ફેરવાઈ રહ્યું છે.

આ વિસ્તારમાં ઘુસણખોરોને વસાવવામાં મદદ કરનાર કુખ્યાત લલ્લા બિહારીના લગભગ 5 હજાર વાર વિસ્તારમાં ફેલાયેલા ગેરકાયદે બાંધકામને પણ જમીનદોસ્ત કરી દેવાયું છે. લગભગ 1 હજારથી વધુ ગેરકાયદે કાચા-પાકા મકાનોને તોડી પડાયા છે. અને હજુ આવનારા દિવસોમાં આ કામીગીરી યથાવત રહેશે.

ચંડોળા તળાવ વિસ્તાર એ બડા તળાવ અને છોટા તળાવ એમ બે ભાગમાં વહેંચાયેલું છે. જેમાં છોટા તળાવ વિસ્તારમાં સંપૂર્ણપણે દબાણો ખડકી દેવાયા હતા. એ હદે કે છોટા તળાવ જ અદ્રશ્ય થઈ ગયું હતું. જ્યારે બડા તળાવની પણ બન્ને બાજુ ઝૂંપડપટ્ટી ઊભી કરી દેવાઈ હતી. જેને પગલે તળાવનો પટ લગભગ 15 ટકા જેટલો ઘટી ગયો હતો. હવે આ વિસ્તારને સંપૂર્ણપણે દબાણ મુક્ત કરવા કાર્યવાહી હાથ ધરાઈ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો