રાજનીતિમાં નવા જુની થવાના એંધાણ, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને શંકરસિંહ વાઘેલા વચ્ચે યોજાઇ બેઠક, જુઓ Video

|

Aug 20, 2024 | 2:54 PM

રાજનીતિના 2 મોટા નેતાઓ દ્વારા ગાંધીનગરમાં બેઠક કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા વચ્ચે બેઠક યોજાઇ છે. ગાંધીનગરમાં બંધ બારણે આ બેઠક યોજાઇ હોવાની માહિતી સામે આવી છે.

Gandhinagar News :  ગુજરાતમાં રાજનીતિના 2 મોટા નેતાઓની બેઠકથી નવાજુની થવાના એંધાણ જોવા મળી રહ્યા છે. ગાંધીનગરમાં બે મોટા નેતાઓની બેઠક મળી હતી. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા વચ્ચે બેઠક યોજાઇ હતી. ગાંધીનગરમાં બંધ બારણે આ બેઠક યોજાઇ હોવાની માહિતી સામે આવી છે.

આ બેઠક બાદ ગુજરાતની રાજનીતિમાં મોટો ફેરફાર થવાના સંકેત દેખાઇ રહ્યા છે. જો કે બેઠક બાદ શંકરસિંહ વાઘેલા સાથે વાત કરતા આ માત્ર ઔપચારિક બેઠક હોવાનું તેમણે જણાવ્યુ હતુ.જો કે આ બેઠક બાદ ગુજરાતની રાજનીતિમાં ઉથલપાથલની ચર્ચાઓએ જોર પકડ્યું છે. મળતી માહિતી અનુસાર આ બેઠક ગુજરાત કરતા મહારાષ્ટ્ર માટે મહત્તવ પૂર્ણ હોય તેવુ માનવામાં આવી રહ્યું છે.  શંકરસિંહ વાઘેલાના પુત્ર ભાજપમાં જોડાઈ શકે છે. જો કે આ મામલે હજુ ચોક્કસ પણ કઇ ચોક્કસ માહિતી સામે આવી નથી.

Published On - 2:11 pm, Tue, 20 August 24

Next Video