નરેશ પટેલ અને હાર્દિક પટેલ વચ્ચે બેઠક, નરેશ પટેલે રાજકારણમાં જોડાવા વધુ એક તારીખ આપી, હાર્દિકે કહ્યું હું હજુ કોંગ્રેસથી નારાજ

રાજકોટ ખાતે 4 પાટીદાર અગ્રણીઓ વચ્ચે મહત્વની બેઠકમાં અનેક મુદ્દે ચર્ચાઓ થઇ હતી. રાજકીય અને સામાજિક પરિસ્થિતિ અંગે પણ ચર્ચા થઈ હોવાનું જાણવા મળે છે.

TV9 GUJARATI

| Edited By: kirit bantwa

May 15, 2022 | 4:45 PM

રાજકોટ (Rajkot) માં ચાર પાટીદાર (Patidar) અગ્રણી વચ્ચે મહત્વની બેઠક યોજાઈ હતી. ખોડલધામ (Khodaldham) ના ચેરમેન નરેશ પટેલ (Naresh patel), કોંગ્રેસ (Congress) ના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ (Hardik patel), પાટીદાર નેતા દિનેશ બાંભણિયા અને અલ્પેશ કથીરિયા વચ્ચે બેઠક શરૂ મળી હતી. રાજકોટ ખાતે 4 પાટીદાર અગ્રણીઓ વચ્ચે મહત્વની બેઠકમાં અનેક મુદ્દે ચર્ચાઓ થઇ હતી. રાજકીય અને સામાજિક પરિસ્થિતિ અંગે પણ ચર્ચા થઈ હોવાનું જાણવા મળે છે.

આ બેઠક બાદ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ રાજકારણમાં જોડાવા અંગે કંઈક જાહેરાત કરશે તેવી શક્યતાઓ હતી પણ ચેરમેન નરેશ પટેલના રાજકીય પ્રવેશને લઈ લાંબા સમયથી તારીખ પે તારીખ જેવી સ્થિતિ છે. ખોડલધામમાં હાર્દિક પટેલ, અલ્પેશ કથિરીયા, દિનેશ બાંભણિયા સાથેની બેઠક બાદ નરેશ પટેલે વધુ એક તારીખ આપી છે. નરેશ પટેલે સમાજના વધારે આગેવાનો સાથે ચર્ચા કરીને થોડા દિવસોમાં ચોક્કસ નિર્ણય આવશે તેવી આશા વ્યક્ત કરી. નરેશ પટેલે કહ્યું કે વડીલો ચિંતા કરે છે. પરંતુ યુવાનોની રાજકારણમાં જોડાવવું જોઈએ તેવી ઈચ્છા છે.

બીજી બાજુ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે વધુ એક વખત પોતે પાર્ટીથી નારાજ હોવાનું નિવેદન આપ્યું. હાર્દિક પટેલે કહ્યું કે અમે 2015, 2017માં પાર્ટીને ઘણું બધુ આપ્યું છે. કોંગ્રેસ પાર્ટી પાસેથી કાંઈ માગ્યું નથી. અમે કોંગ્રેસ પાસે પદ નહીં પરંતુ કામ માગી રહ્યાં છીએ. જો કે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તો તેમની સાથે મજબૂતાઈથી રહેવાની હાર્દિક પટેલે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati