Morbi News : વાંકાનેરના કારખાનામાં લાગી ભીષણ આગ, જુઓ Video
મોરબીના વાંકાનેરના કારખાનામાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. વઘાસીયા ટોલનાકા પાસે આવેલા કારખાનામાં અચાનક આગ લાગતા આસપાસના વિસ્તારમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે ફરી એક વાર મોરબી જિલ્લામાં આગ લાગવાની ઘટના સામે આવી છે. મોરબીના વાંકાનેરના કારખાનામાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. વઘાસીયા ટોલનાકા પાસે આવેલા કારખાનામાં અચાનક આગ લાગતા આસપાસના વિસ્તારમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
મોરબીના વાંકાનેરમાં આવેલી એકવા ટોપ નામના કારખાનામાં આગ લાગી હતી. અગમ્ય કારણોસર આગ લાગતા કારખાનામાં ભારે નુકસાન થયું છે. જોકે સમગ્ર ઘટના અંગે સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરતા તાત્કાલિક ધોરણે ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની જહેમત હાથ ધરી હતી. પરંતુ આગ કાબુમાં ન આવતા મોરબી અને રાજકોટથી ફાયરની ટીમો બોલાવવાની ફરજ પડી હતી.
વાપીમાં આવેલી પ્લાસ્ટિક ફેક્ટરીમાં લાગી હતી આગ
બીજી તરફ આ અગાઉ વલસાડના વાપીનાં ડુગરામાં આવેલી એક પ્લાસ્ટિકની ફેકટરીમાં આગ લાગી હતી. કંપનીમાં આગ લાગતા જ ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી જોવા મળ્યા હતા. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાઇ ગયો હતો. મળતી માહિતી અનુસાર આગની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
