તાપીમાં દીપડી પાંજરે પુરાતા ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ, જુઓ વીડિયો

દક્ષિણ ગુજરાતમાં રહેણાક વિસ્તારોમાં દીપડાનો પગપેસારો દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે તાપી જિલ્લાના વાલોડમાં દીપડાના આંટાફેરા વધતાં લોકોમાં ભય ફેલાયો હતો. જે બાદ આ બાબતની જાણ વનવિભાગને કરવામાં આવી. બાજીપુરા ગામે વન વિભાગે પાંજરું ગોઠવ્યું હતું. જેમાં દીપડી પાંજરે પુરાઈ હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 18, 2023 | 11:07 PM

તાપી જિલ્લાના વાલોડના બાજીપુરા ગામમાં દીપડી પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. બાજીપુરાના ગાગજી ફળિયામાં દીપડીએ દેખા દીધી હતી. જેથી સ્થાનિકોમાં ભયનો માહોલ હતો અને દીપડીને પકડવા વન વિભાગને જાણ કરી હતી. જેથી વન વિભાગની ટીમે પાંજરુ મુક્યું હતું. આખરે દીપડી પાંજરે પુરાતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો છે.

આ પણ વાંચો : તાપીમાં જાફરાબાદી પાડો બન્યો આકર્ષણનું કેન્દ્ર, 1500 કિલો વજન, 11 ફૂટ લંબાઈ!

દીપડાનો આતંક દિવસેને દિવસે દક્ષિણ ગુજરાતમાં વધી રહ્યો છે. ત્યારે વન વિભગા પણ હરકતમાં આવ્યું છે. તાપી જીલ્લામાં દીપડી દેખાવાની ઘટના બની હતી. જે બાદ અહીં પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં દોપડી પૂરતા ગ્રામ જનોએ રાહતનો શ્વાસ લીધો છે.

તાપી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">