રાજકોટમાં જાહેરમાં ફાયરિંગની ઘટનામાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ, ગેંગવોરમાં કુલ 29 આરોપી સકંજામાં, જુઓ Video

રાજકોટમાં જાહેરમાં ફાયરિંગની ઘટનામાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ, ગેંગવોરમાં કુલ 29 આરોપી સકંજામાં, જુઓ Video

| Edited By: | Updated on: Dec 04, 2025 | 2:27 PM

રાજકોટમાં જાહેરમાં થયેલા ફાયરિંગની ઘટનાએ ચકચારી મચી હતી. રાજકોટમાં જાહેરમાં થયેલા ફાયરિંગની ઘટની ગંભીર કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. પેંડા ગેંગને હથિયારો સપ્લાય કરનાર મુખ્ય આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.

ગુજરાતમાં અવારનવાર મારામારી ઘટના સામે આવતી હોય છે. ત્યારે રાજકોટમાં જાહેરમાં થયેલા ફાયરિંગની ઘટનાએ ચકચારી મચી હતી. રાજકોટમાં જાહેરમાં થયેલા ફાયરિંગની ઘટનાના ગંભીર કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. પેંડા ગેંગને હથિયારો સપ્લાય કરનાર મુખ્ય આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. મધ્યપ્રદેશના ભીંડી જિલ્લાના ઇસુરી ગામેથી આ આરોપી, રાજેશસિંહ રાજાવત, પકડી પડાયો છે. તપાસમાં ખુલાસો થયો છે કે રાજેશસિંહ રાજાવત મધ્યપ્રદેશમાં ખેતીનું કામ કરતો હતો, પરંતુ સૌરાષ્ટ્રમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં સક્રિય હતો અને તેણે કુલ 12 ગુનાઓને અંજામ આપ્યો હતો.

પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ

આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં સઘન તપાસ હાથ ધરી છે. પેંડા ગેંગ અને મરઘા ગેંગ વચ્ચેના ગેંગવોર સંબંધિત આ મામલામાં પોલીસે કુલ 29 આરોપીઓને સકંજામાં લીધા છે. રાજેશસિંહ રાજાવતની ધરપકડ બાદ આ ગુનાહિત નેટવર્ક અંગે વધુ ખુલાસાઓ થવાની સંભાવના છે, અને આ કેસની તપાસ હાલ ચાલી રહી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો