AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહિસાગરના ભંડારા ગામે નિયમોનો ભંગ, રાજ્ય કક્ષાના મંત્રી કુંબેર ડીંડોર માટે નિયમ તોડાયાનો આક્ષેપ

મહિસાગરના ભંડારા ગામે નિયમોનો ભંગ, રાજ્ય કક્ષાના મંત્રી કુંબેર ડીંડોર માટે નિયમ તોડાયાનો આક્ષેપ

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 19, 2021 | 11:50 AM
Share

રાજ્યકક્ષાના મંત્રીએ મતદાન પેટીને જમીન પર મુકી મતદાન કર્યું હતું. સમગ્ર મુદ્દે સંતરામપુર મામલતદારે કહ્યું હતું કે, આવી રીતે મતદાન ન થઈ શકે.

મહિસાગરના(Mahisagar)  સંતરામપુરના ભંડારા(Bhandara) ગામે નિયમોનો ભંગ થયો.રાજ્ય કક્ષાના મંત્રી કુંબેર ડીંડોર (Kuber Dindor) માટે નિયમ તોડવામાં આવ્યાનો દાવો છે. રાજ્યકક્ષાના મંત્રીએ મતદાન પેટીને(Ballot Box)  જમીન પર મુકી મતદાન કર્યું હતું. સમગ્ર મુદ્દે સંતરામપુર મામલતદારે કહ્યું હતું કે, આવી રીતે મતદાન ન થઈ શકે. ક્યા કારણોસર જમીન પર મત પેટી રાખવામાં આવી તે અંગે તપાસ કરવામાં આવશે.

ગુજરાત વિધાનસભા-2022ની ચૂંટણી અગાઉ, રાજ્યમાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન શરૂ થયું છે. જેમાં  રાજ્યની કુલ 8,684 ગ્રામ પંચાયત માટે  કુલ 27 હજાર 200 સરપંચોનું ભાવિ નક્કી થશે. તો 1 લાખ 19 હજાર 998 સભ્યો વચ્ચે ચૂંટણીનો સીધો જંગ જામશે. મતદારોની વાત કરીએ તો, ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 1 કરોડ 82 લાખ 15 હજાર મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 93 લાખ 69 હજાર 202 પુરૂષ મતદારો અને 88 લાખ 45 હજાર 811 મહિલા મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.

ગ્રામ પંચાયતની ચૂંટણીના ચિત્ર પર નજર કરીએ તો, લ 23 હજાર 97 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. જેમાંથી 6 હજાર 656 મતદાન મથકો સંવેદશીલ છે, તો 3 હજાર 74 મતદાન મથકો અતિ સંવેદનશીલ છે. તો કુલ 10 હજાર 812 ગ્રામ પંચાયતમાંથી 1 હજાર 167 ગ્રામ પંચાયતો બીનહરિફ થઈ છે. જ્યારે 9 હજાર 669 સભ્ય બીનહરીફ ચૂંટાયા છે. તો 6 હજાર 446 ગ્રામ પંચાયતો અંશતઃ બિનહરીફ છે. જેમાંથી કુલ 4 હજાર 511 સરપંચ અને 26 હજાર 254 સભ્ય બિનહરીફ થયા છે.

આ પણ વાંચો: Banaskantha: ભાચર ગામે સાંસદ પરબત પટેલે કર્યું મતદાન, લોકોને મતદાન કરવા કરી અપીલ

આ પણ વાંચો: ‘મુશ્કેલીમાં મલિક’ : સમીર વાનખેડેની બહેને નવાબ મલિક વિરુદ્ધ નોંધાવી ફોજદારી ફરિયાદ, માનહાનિ સહિતના લગાવ્યા ગંભીર આરોપ

Published on: Dec 19, 2021 11:42 AM
g clip-path="url(#clip0_868_265)">