મહીસાગરના કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડાયું છે. ડેમમાં સતત પાણીની આવક થતા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યુ છે. કડાણા ડેમની સપાટી 418.7 ફૂટે પહોંચી છે. જેના પગલે કડાણા ડેમના 10 દરવાજા 3 ફૂટ ખોલીને 75 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે. જેના પગલે મહીનદીકાંઠાના 5 જિલ્લાના 235 ગામને એલર્ટ કરાયા છે. વડોદરાના 49, આણંદના 26, ખેડાના 32 ગામને એલર્ટ આપવામાં આવ્યુ છે. તેમજ પંચમહાલના 18 અને મહીસાગરના 110 ગામને એલર્ટ કરાયા છે.
બીજી તરફ ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ધરોઈ ડેમમાં નવા નીરની આવક થઈ છે. હાલમાં ધરોઈ ડેમ 85 ટકા ભરાયો છે. ધરોઈ ડેમની જળ સપાટી 618.07 ફૂટ થઈ છે. ધરોઈ ડેમની કુલ જળ સપાટી 622 ફૂટ આવ્યા છે. ડેમમાં હાલમાં 1157 ક્યુસેક પાણીની આવક ચાલુ છે. વરસાદી પાણીની આવક વધતા જળ સ્ટોક વધ્યો છે.