Junagadh : મહાશિવરાત્રિના મેળાનો પ્રારંભ, શ્રદ્ધાળુઓની સુવિધા માટે બસોની સંખ્યા વધારાઇ, પોલીસ તંત્ર પણ સજ્જ

બે વર્ષ બાદ જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળો યોજાવા જઇ રહ્યો છે ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવવાની શક્યતા છે. જેથી વહીવટી તંત્રએ પરિસ્થિતિ પર કાબુ રહે તે માટે વ્યવસ્થા ગોઠવી દીધી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 25, 2022 | 11:43 AM

આજથી જૂનાગઢ (Junagadh)માં મહાશિવરાત્રિ (Maha shivratri)ના મેળા(Fair)નો પ્રારંભ થયો છે. પાંચ દિવસ ચાલનારા આ મેળામાં સાધુ-સંતો સહિત મોટી સંખ્યામાં શિવભક્તો મેળામાં હાજર રહે તેવી શક્યતા છે. જેથી વહીવટી તંત્ર સહિત પોલીસ(Police) તંત્ર સજ્જ થઇ ગયુ છે. તો ભક્તોની સુવિધા માટે બસોની (Buses) સંખ્યા વધારવામાં આવી છે.

300થી વધુ બસો મેળા માટે દોડશે

બે વર્ષ બાદ જૂનાગઢમાં મહાશિવરાત્રિ મેળો યોજાવા જઇ રહ્યો છે ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવવાની શક્યતા છે. જેથી વહીવટી તંત્રએ પરિસ્થિતિ પર કાબુ રહે તે માટે વ્યવસ્થા ગોઠવી દીધી છે. ભાવિકોને જૂનાગઢ બસ સ્ટેન્ડથી ભવનાથ સુધી પહોંચાડવા માટે 50 મીની બસ મુકવામાં આવી છે. જેનું ભાડું માત્ર 20 રૂપિયા રખાયું છે. આ ઉપરાંત આ મેળામાં રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકા, ખંભાળિયા, જામ જોધપુર, પોરબંદર, સોમનાથ, ઉના, મહુવા અને ભાવનગર સહિતના શહેરોમાંથી જૂનાગઢ સુધીની કુલ 300થી વધુ બસ દોડાવશે.

પોલીસની ચાંપતી નજર

જૂનાગઢમાં યોજાનારા મહાશિવરાત્રિના મેળામાં મોટી સંખ્યામાં લોકો આવતો હોવાનો લાભ પાકીટમાર ચોર ઉઠાવતા હોય છે. આ વર્ષે એવી કોઇ ઘટના ન બને તે માટે પાકિટમાર અને મોબાઈલ ચોર પર પોલીસની બાજ નજર રહેશે. સાથે જ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે પણ પોલીસની ટીમની ચાંપતી નજર રહેશે.

2800 જેટલા પોલીસ જવાનોનો બંદોબસ્ત

શિવરાત્રિનાં મેળામાં પોલીસ બંદોબસ્ત મૂકવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. શહેરના જુદા-જુદા માર્ગો પર રાવટી ઊભી કરવામાં આવી છે. મેળાનાં પ્રારંભ સાથે પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવશે. મેળામાં ડીવાયએસપી., પીઆઈ, પીએસઆઈ, હોમગાર્ડ, જીઆરડી જવાન મળી અંદાજે 2800 જેટલા પોલીસ કર્મચારીઓ મેળામાં તૈનાત રહેશે.

આ પણ વાંચો-

Ahmedabad: મહાનગરપાલિકા રોડ કોન્ટ્રાક્ટરની ખુલી રોલ, રોડ બનાવ્યાના ત્રીજા દિવસે જ પડ્યો ભૂવો

આ પણ વાંચો-

આવતીકાલે અમદાવાદનો સ્થાપના દિવસ, એલિસ બ્રિજના પૂર્વ છેડે શહેરની પ્રથમ ઈંટ મુકાઈ હતી, જાણો શહેરનો ઇતિહાસ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">