વિદ્યાર્થીઓને મળતી સ્કોલરશીપ માટે ઈ-કેવાયસી કરાવવા કલેક્ટર કચેરીમાં લાગી લાંબી લાઈનો – Video

સુરેન્દ્રનગરમાં ઈ-કેવાયસી કરાવવા કલેક્ટર કચેરીમાં લાંબી લાઈનો લાગી રહી છે. વિદ્યાર્થીઓને મળતી સ્કોલરશીપમાં સરકાર દ્વારા રાશનકાર્ડ ફરજિયાત કરવાના નિર્ણય સામે વિવાદ જોવા મળ્યો છે. એકતરફ ગામડાઓમાં આધાર કાર્ડ સિસ્ટમ બંધ હોવાથી લોકોને મુશ્કેલી પડી રહી છે તો બીજી તરફ ઈ-કેવાયસી નહીં થાય આધારકાર્ડ અપગ્રેડ નહીં થાય તો વિદ્યાર્થીઓ સ્કોલરશીપના ફોર્મ ન ભરી શકે તેવી સ્થિતિ સર્જાઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2024 | 4:37 PM

કેટલાક દિવસથી સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોને સ્કોલરશીપ આપવામાં સરકાર દ્વારા રાશનકાર્ડ ફરજિયાત કરવા મામલે વિવાદ જોવા મળી રહ્યો છે. ત્યારે શાળા સંચાલક મંડળ દ્વારા અને શિક્ષણ બોર્ડના પૂર્વ સભ્ય દ્વારા પણ બાળકોને શિષ્યવૃત્તિ આપવા મુદ્દે રાશનકાર્ડ ફરજિયાત ન હોવું જોઈએ તેવી રજૂઆત કરવામાં આવી છે. ત્યારે સુરેન્દ્રનગરના ઇ-કેવાયસી કરાવવા કલેક્ટર કચેરીમાં લાંબી કતારો લાગી હતી. એક તરફ સરકારના તાયફા અને ઓફિસોમાં બંધ હાલતમાં મશીનરીને લીધે લોકોને પીસાવાનો વારો આવ્યો છે. ગ્રામીણ વિસ્તારોમાં આધારકાર્ડ સિસ્ટમો બંધ હોવાથી ભારે મુશ્કેલી પડી રહી છે. ત્યારે આ સમસ્યાનું ક્યારે નિરાકરણ આવશે તે સવાલ સતાવી રહ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં આધારકાર્ડ કાઢવાની કામગીરી બંધ હોવાના પગલે ગામડેથી લોકોની કલેક્ટર કચેરીમાં લાઇનો લાગી છે.ઈ-કેવાયસી માટે રેશનકાર્ડમાં નામ ચડાવા માટે પણ લાંબી લાઈનો લાગેલી જોવા મળી હતી. ઇ-કેવાયસી ન થાય અને આધારકાર્ડ અપગ્રેડ નહીં થાય તો વિદ્યાર્થીઓ સ્કોલરશીપના ફોર્મ ભરી નહીં શકે તેવી પરિસ્થિતિ સર્જાઇ છે. સવારે 5 વાગ્યાથી કલેક્ટર કચેરીમાં અરજદારોની લાઈનો લાગી છે પણ આ તાયફાને કારણે બાળકોના વાલીઓને મુશ્કેલીમાં મુકાવાનો વારો આવ્યો છે. ત્યારે સરકાર ક્યારે આ સમસ્યાનું નિરાકણ લાવશે તે સવાલ છે.

Input Credit- Sajid Belim- Surendranagar

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">