Lok Sabha Elections : ગરમીના યલો એલર્ટની ઐસીતૈસી, મતદાન કરવા ઉમટ્યા અમદાવાદીઓ, જુઓ Video

|

May 07, 2024 | 11:53 AM

આજે ગુજરાતની 25 બેઠક માટે મતદાન થઈ રહ્યુ છે. ત્યારે અમદાવાદીઓમાં પણ મતદાન કરવાનો અલગ ઉત્સાહ જોવા મળ્યો છે. કાળઝાળ ગરમી વચ્ચે અમદાવાદીઓ મતદાન કરવા માટે મતદાન મથક પર લાંબી કતારો જોવા મળી છે.

લોકશાહીના મહાપર્વ પર ભારતના દરેક નાગરીકને મતદાન કરવાનો અલગ ઉત્સાહ હોય છે. આજે ગુજરાતની 25 બેઠક માટે મતદાન થઈ રહ્યુ છે. ત્યારે અમદાવાદીઓમાં પણ મતદાન કરવાનો અલગ ઉત્સાહ જોવા મળ્યો છે. કાળઝાળ ગરમી વચ્ચે અમદાવાદીઓ મતદાન કરવા માટે મતદાન મથક પર લાંબી કતારો જોવા મળી છે.

હવામાન વિભાગે પણ ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીની આગાહી કરી છે. એટલુ જ નહી આજે અમદાવાદમાં 42 ડિગ્રીની આસપાસ, ગાંધીનગરમાં 40 ડિગ્રી, જ્યારે સુરતમાં 39 ડિગ્રી આસપાસ, રાજકોટમાં 40 ડિગ્રી, કચ્છ 41 ડિગ્રીની મહત્તમ તાપમાન રહે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

કાળઝાળ ગરમીની આગાહી પગલે ચૂંટણી પંચે મતદાન મથકો પર મંડપની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે કે 3 કે તેથી વધુ બૂથ ધરાવતા 778 મતદાન મથકો પર કૂલરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Gujarat Election 2024 LIVE Updates: રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની તબિયત લથડી

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video