લોકસભા ચૂંટણી માટે રાજકોટ અને કચ્છમાં ભવ્ય રેલી સાથે ઉમેદવારોએ ફર્યા ફોર્મ, મૂરતિયાઓ હવે લગાવશે જોર- Video

|

Apr 16, 2024 | 8:11 PM

લોકસભા ચૂંટણી માટે રાજકોટ અને કચ્છમાં ભવ્ય રેલી સાથે ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. 2024ના મહાસંગ્રામમાં ભાજપના રાજકોટ, કચ્છ, ખેડા અને બનાસકાંઠાના ઉમેદવારોએ આજે ફોર્મ ભર્યા હતા.

લોકસભા ચૂંટણીને લઈ ભાજપે કમર કસી લીધી છે. એકબાદ એક 26 બેઠક પર ભાજપ ઉમેદવારોએ ફોર્મ ભરવાનું પણ શરૂ કરી દીધુ છે. જેમાં આજે સૌથી વિવાદિત બેઠક રાજકોટ પર ભાજપના પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે ફોર્મ ભર્યું તો ખેડામાં દેવુસિંહ ચૌહાણે પણ પ્રદેશ નેતાઓ અને ધારાસભ્યોની હાજરીમાં ફોર્મ ભર્યું તો કચ્છમાં ભાજપ ઉમેદવાર વિનોદ ચાવડાએ ભવ્ય શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભર્યું.,વિનોદ ચાવડા સાથે સી.આર. પાટીલ ઉપસ્થિત રહ્યા તો બનાસકાંઠામાં ભાજપ ઉમેજવાર રેખા ચૌધરીએ પણ ભવ્ય રેલી કાઢી ફોર્મ ભર્યું.

સૌથી વધુ ચર્ચાસ્પદ બનેલી રાજકોટ બેઠકની જો વાત કરીએ તો અહીં ક્ષત્રિય સમાજમાં સતત રોષ છે. સતત વિરોધ અને વિવાદ વચ્ચે આજે રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ શાંતિપૂર્ણ માહોલમાં ઉમેદવારી ફોર્મ ભર્યુ. કલેક્ટર કચેરીએ પહોંચી રૂપાલાએ કલેક્ટર સમક્ષ ફોર્મ રજૂ કર્યુ હતુ, ફોર્મ ભરતા પહેલા રૂપાલાએ યાજ્ઞિક રોડ પર આવેલા જાગનાથ મહાદેવના મંદિરે દર્શન માટે પહોંચ્યા હતા. ત્યાં શિશ ઝુકાવી નમન કર્યા બાદ રૂપાલાએ કાર્યકર્તાઓ સાથે ભવ્ય રેલી સાથે બહુમાળી ભવન ચોક ખાતે પહોંચ્યા હતા. અહીં રૂપાલાએ જંગી જાહેરસભા સંબોધી હતી.

આ સભાના અંતે રૂપાલાએ ક્ષત્રિય સમાજને પણ અપીલ કરતા કહ્યુ કે મારે ક્ષત્રિય સમાજના સાથ સહકારની જરૂર છે. દેશના વિકાસ માટે ભાજપને સમર્થન આપવા રૂપાલાએ ક્ષત્રિય સમાજને અપીલ કરી હતી. રૂપાલાએ ક્ષત્રિય સમાજને અપીલ કરી કે મોટુ મન રાખી મને સહકાર આપો મારે તમારા સાથ સહકારની જરૂર છે.

આ પણ વાંચો: મહેસાણા: ભાજપના હરિભાઈ પટેલ સામે કોંગ્રેસે ક્ષત્રિય ઠાકોર સમાજના અગ્રણી રામજી ઠાકોરને ઉતાર્યા મેદાને, જાણો રામજી ઠાકોરની રાજકીય કારકિર્દી

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Video