મહેસાણા: ભાજપના હરિભાઈ પટેલ સામે કોંગ્રેસે ક્ષત્રિય ઠાકોર સમાજના અગ્રણી રામજી ઠાકોરને ઉતાર્યા મેદાને, જાણો રામજી ઠાકોરની રાજકીય કારકિર્દી

મહેસાણાથી ભાજપે પાટીદાર ચહેરાને આગળ કરતા હરીભાઈ પટેલને ટિકિટ આપી છે જેની સામે કોંગ્રેસે ક્ષત્રિય ઠાકોર સમાજના અગ્રણીને આગળ કરતા રામજી ઠાકોરને ટિકિટ આપી છે. રામજી ઠાકોર એક સમયના અલ્પેશ ઠાકોરના નજીકના સાથી ગણાતા હતા. પોતાની સેવાકીય પ્રવૃતિઓ માટે જાણીતા રામજી ઠાકોર અગાઉ ખેરાલુ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી ચુક્યા છે.

મહેસાણા: ભાજપના હરિભાઈ પટેલ સામે કોંગ્રેસે ક્ષત્રિય ઠાકોર સમાજના અગ્રણી રામજી ઠાકોરને ઉતાર્યા મેદાને, જાણો રામજી ઠાકોરની રાજકીય કારકિર્દી
Follow Us:
| Updated on: Apr 16, 2024 | 6:55 PM

મહેસાણાથી કોંગ્રેસે આ વખતે ક્ષત્રિય ઠાકોર સમાજના અગ્રણી પર પસંદગીનો કળશ ઢોળતા રામજી ઠાકોરને ટિકિટ આપી છે. રામજી ઠાકોર ક્ષત્રિય ઠાકોર સમાજમાંથી આવે છે અને મહેસાણાના તરેટી ગામના તેઓ વતની છે. રામજી ઠાકોર છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે અને વર્ષ 2017માં ખેરાલુ વિધાનસભા બેઠક પરથી તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. ક્ષત્રિય ઠાકોર સમાજના સેવાભાવી વ્યક્તિ તરીકે તેમની ગણના થાય છે. આ બેઠક પરથી કોંગ્રેસ ગત લોકસભાની ચૂંટણીમાં પાટીદાર ઉમેદવાર એ.જે. પટેલને ટિકિટ આપી હતી. જ્યારે ભાજપે શારદાબેન પટેલને ટિકિટ આપી હતી.

મહેસાણા બેઠકનું જાતિગત સમીકરણ

22.6 % પાટીદાર 15.8 % ઠાકોર 12.9 % સવર્ણો 2.3 % ક્ષત્રિય 3.4 % ચૌધરી 5.6 % મુસ્લિમ 11.7 % દલિત

પાટીદારોનો ગઢ ગણાય છે મહેસાણા બેઠક

પાટીદારોનો ગઢ ગણાતી મહેસાણા બેઠક પર કોંગ્રેસે 26 વર્ષ બાદ કોઈ ઠાકોર ઉમેદવારને તક આપી છે. એક સમયના અલ્પેશ ઠાકોરના સાથી રામજી ઠાકોરને ટિકિટ આપી ક્ષત્રિય સમાજને ખુશ કરવાનો પ્રયાસ કર્યો છે. હાલ સમગ્ર રાજ્યમાં રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ ફાટી નીકળ્યો છે. ત્યારે આ રોષનો લાભ લેવાનો પ્રયાસ કોંગ્રેસે કર્યો છે. મહેસાણા બેઠક પર સૌથી વધુ પાટીદાર મતદારો અને બીજા નંબરે ઠાકોર સમાજના મત છે. આથી કોંગ્રેસે અહીં લોકસભામાં રામજી ઠાકોરને ટિકિટ આપી છે. વિજાપુરની પેટાચૂંટણી માટે દિનેશ પટેલને મેદાને ઉતાર્યા છે. આથી કોંગ્રેસે પાટીદાર અને ક્ષત્રિય ઠાકોર બંને સમાજને ખુશ કરવાનો પ્રયાસ કર્યો છે.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

ઉત્તર ગુજરાતની ત્રણ બેઠકો પર કોંગ્રેસે ક્ષત્રિય ઠાકોર ઉમેદાવારને મેદાને ઉતાર્યા

મહેસાણા બેઠક પર કોંગ્રેસે બહુ મોટો ખેલ ખેલ્યો છે. મહેસાણા બેઠક પહેલેથી ભાજપનો ગઢ રહી છે. આથી કોંગ્રેસે સારી રીતે સમજે છે કે મહેસાણા બેઠક જીતવી તેના માટે નેવાના પાણી મોભે ચડાવવા જેવી વાત છે. આથી કોંગ્રેસે ત્રણ બેઠકો પર ક્ષત્રિય ઠાકોર ઉમેદવારને ઉતારી જબરજસ્ત ક્ષત્રિય કાર્ડ ખેલ્યુ છે. કોંગ્રેસે ઉત્તર ગુજરાતની 4 બેઠકોમાંથી ત્રણ બેઠકો પર ઠાકોર ઉમેદવાર ઉતાર્યા છે. જ્યા પહેલેથી જ ઠાકોર સમાજનું પ્રભુત્વ છે. કોંગ્રેસે મહેસાણામાં ઠાકોર ઉમેદવારને ટિકિટ આપી જેનો ફાયદો તેમને પાટણ લોકસભા બેઠક પર અને બનાસકાંઠા બેઠક પર જોવા મળી શકે છે. હાલના માહોલમાં ક્ષત્રિય સમાજના ભાજપ પ્રત્યેના રોષને જોતા આ ત્રણેય બેઠક પર કોંગ્રેસને ફાયદો થઈ શકે છે. પાટણમાં ચંદનજી ઠાકોર અને બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરને ક્ષત્રિય મતોથી લાભ થવાની પુરી શક્યતા રહેલી છે.  જ્યારે વિજાપુરથી સીજે ચાવડાને ઘરભેગા કરવા માટે પણ પાટીદાર ઉમેદવાર દિનેશ પટેલને ટિકિટ આપી કોંગ્રેસે જબરજસ્ત જ્ઞાતિવાદી સમીકરણ સેટ કર્યુ છે.

કોણ છે રામજી ઠાકોર ?

મહેસાણા જિલ્લામાં સામાજિક આગેવાન તરીકેની આગવી ઓળખ ધરાવતા રામજી ઠાકોરનો જન્મ 2 જુન 1972માં થયો છે. તેમણે બીએ સેકન્ડ યર સુધી અભ્યાસ કર્યો છે. તેમણે એલ.આર.ડી. ભરતી બાબતે ગાંધીનગર ખાતે ઉપવાસ પર બેસેલી દીકરીઓના ન્યાય માટે 72 દિવસ સુધી ઉપવાસ પર બેસી ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનમાં સહભાગી બન્યા હતા અને તમામ દીકરીઓને ન્યાય અપાવવામાં મહત્વપૂર્ણ કામગીરી કરી હતી. આ ઉપરાંત પી.એસ.આઈ અને એલ.આર.ડી પોલીસ ભરતી સમયે આવેલા તમામ ઉમેદવારોને મહેસાણા ખાતે 55 દિવસ સુધી સ્વ ખર્ચે રહેવા જમવાની વ્યવસ્થા કરી ઉત્તમ કામગીરી કરી હતી.

રામજી ઠાકોરની રાજકીય સફર

  • રામજી ઠાકોર 2007માં તરેટી ગ્રામપંચાયતના સરપંચ તરીકે ચૂંટાયા હતા.
  • છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસ પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા છે.
  • વર્ષ 2017માં ખેરાલુથી વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. જેમા તેઓને હારનો સામનો કરવો પડ્યો હતો.
  • 2018માં તેઓ પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રભારી બન્યા
  • 2020માં ફરી એકવાર પાર્ટીએ વિશ્વાસ મુકી તેમને પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રભારી બનાવ્યા
  • 2022માં માણસા વિધાનસભાના પ્રભારી તરીકેની જવાબદારી પાર્ટીએ તેમને સોંપી
  • 2022માં મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિએ તેમને ખેરાલુ વિધાનસભાની જવાબદારી સોંપી

આ પણ વાંચો: ‘હું અણવર છુ ઉમેદવાર નહીં’ એવુ કહેનારા પરેશ ધાનાણી આખરે રાજકોટથી ચૂંટણી લડવા માટે કેમ થઈ ગયા તૈયાર, વાંચો ધાનાણીની રાજકીય સફર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">