લોકસભા ચૂંટણી 2024: ગુજરાત કોંગ્રેસના વધુ 11 ઉમેદવારોના નામ જાહેર, અમિત ચાવડા, જેની ઠુમ્મર, કાળુસિંહ ડાભી, નિલેશ કુંભાણી, જે.પી. મારવિયાને ટિકિટ
લોકસભા ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકો પૈકી વધુ 11 બેઠકોના ઉમેદવારોની નામની કોંગ્રેસે જાહેરાત કરી છે. Tv9એ આપેલ તમામ નામોને આ યાદીમાં સામેલ છે. બીજી યાદીમાં કોંગ્રેસે 11 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમા આણંદથી અમિત ચાવડાથી અને અમરેલીથી વિરજી ઠુમ્મરના પુત્રી જેની ઠુમ્મરને ટિકિટ અપાઈ છે.
ગુજરાત કોંગ્રેસે તેમના વધુ 11 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. Tv9એ આપેલા તમામ નામો આ યાદીમાં સામેલ છે. કોંગ્રેસની બીજી યાદીમાં જે 11 નામોની જાહેરાત કરવામા આવી છે
કોંગ્રેસે જાહેર કરેલા ઉમેદવારો
- આણંદ- અમિત ચાવડા
- છોટા ઉદેપુર- સુખરામ રાઠવા
- પાટણ- ચંદનજી ઠાકોર
- અમરેલી- જેની ઠુમ્મર
- સુરત- નિલેશ કુંભાણી
- ખેડા- કાળુંસિંહ ડાભી
- પંચમહાલ- ગુલાબસિંહ ચૌહાણ
- દાહોદ- પ્રભાબેન તવિયાડ
- સાબરકાંઠા- ડૉ તુષાર ચૌધરી
- જામનગર- જે પી મારવિયા
- સોનલ પટેલ – ગાંધીનગર
હજુપણ 7 બેઠકો પર નામો જાહેર કરવાના બાકી છે. અત્યાર સુધીમાં કોંગ્રેસે 17 બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા હતા.
આ અગાઉ કોંગ્રેસે 10 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. આ જેમા પોરબંદરથી લલિત વસોયા, કચ્છથી નીતિશ લાલન, બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર, અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા, બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી, વલસાડથી અનંત પટેલને ટિકિટ આપવામાં આવી છે. આ તરફ આમ આદમી પાર્ટીએ ભાવનગરથી ઉમેશ મકવાણાને અને ભરૂચથી ચૈતર વસાવાને મેદાને ઉતાર્યા છે.
ભાજપે અત્યાર સુધીમા 22 બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા છે. જેમા
સૌરાષ્ટ્ર
- કચ્છ – વિનોદ ચાવડા
- જામનગર – પૂનમ માડમ
- પોરબંદર – મનસુખ માંડવિયા
- ભાવનગર – નિમુબેન બાંભણીયા
- રાજકોટ – પરુષોત્તમ રૂપાલા
ઉત્તર ગુજરાત
- પાટણ – ભરતસિંહ ડાભી
- બનાસકાંઠા – રેખા ચૌધરી
- સાબરકાંઠા – ભીખાજી ઠાકોર
- ગાંધીનગર – અમિત શાહ
મધ્ય ગુજરાત
- અમદાવાદ પૂર્વ- ડૉ હસમુખ પટેલ
- અમદાવાદ પશ્ચિમ – દિનેશ મકવાણા
- આણંદ – મિતેશ પટેલ
- પંચમહાલ – રાજેન્દ્રસિંહ જાદવ
- દાહોદ – જસવંતસિંહ ભાભોર
- વડોદરા – રંજન ભટ્ટ
- છોટાઉદેપુર – જશુ રાઠવા
- ખેડા – દેવુસિંહ ચૌહાણ
દક્ષિણ ગુજરાત
- ભરૂચ – મનસુખ વસાવા
- સુરત – મુકેશ દલાલ
- બારોડોલી – પ્રભુ વસાવા
- નવસારી – સી.આર.પાટીલ
- વલસાડ – ધવલ પટેલ
ભાજપે હજુ ચાર બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા નથી. જેમા મહેસાણા, સુરેન્દ્રનગર, જુનાગઢ અને અમરેલીમાં ઉમેદવારો જાહેર કરાયા નથી.
આ પણ વાંચો: Breaking News: કથિત દારૂ કૌભાંડમાં EDની ટીમે બે કલાકની પૂછપરછ બાદ દિલ્હી CM અરવિંદ કેજરીવાલની કરી ધરપકડ