Breaking News : બાવળાની સોસાયટીમાં પાણી ભરાવાની સમસ્યાથી ત્રાસીને લોકોએ કર્યો ચક્કાજામ, જુઓ Video
હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. ત્યારે ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. અમદાવાદના બાવળામાં સોસાયટીના લોકોએ રોડ પર ચક્કાજામ કર્યો છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. ત્યારે ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. અમદાવાદના બાવળામાં સોસાયટીના લોકોએ રોડ પર ચક્કાજામ કર્યો છે. સોસાયટી અને આજુબાજુમાં પાણી ભરાતા લોકોને વિરોધ કર્યો છે.
વરસાદી પાણીનો નિકાલ નહીં થતા લોકો રસ્તા પર ઉતર્યા છે. પોલીસ સ્ટેશન પાસેની સોસાયટીના રહીશોએ રસ્તો રોક્યો હતો. બાવળાથી ધોળકા જતાં રોડ પર વાહનો રોકી વિરોધ કર્યો છે. બાવળાની સોસાયટીઓમાં કેડસમા પાણી ભરાયેલા છે. અનેક સોસાયટીઓના મકાનોમાં પાણી ભરેલા છે. પાણી ભરાવાની સમસ્યાથી ત્રાસીને લોકોએ ચક્કાજામ કર્યો છે.
બીજી તરફ અમદાવાદના નિકોલના સરદાર ચોક પાસે ટ્રક ખાડામાં ફસાયો છે. ભારે વરસાદ બાદ રસ્તાની હાલત ખખડધજ બની છે. રસ્તા પર પડેલા ખાડાને કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. રોડનો ડામર પણ નીકળી ગયાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તંત્રની નબળી કામગીરીને કારણે નાગરિકોને મુશ્કેલી થઈ રહી છે.
