Dwarka : ખંભાળિયામાં દારુની હેરાફેરી ઝડપાઈ, એકની ધરપકડ, જુઓ Video

author
| Edited By: | Updated on: Mar 30, 2025 | 8:29 AM

ગુજરાતમાં દારુબંધી હોવા છતા અવારનવાર દારુનો જથ્થો ઝડપાતો હોય છે. ત્યારે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં દારુની બંધી વચ્ચે દારુની હેરાફેરીની ઘટના સામે આવી છે. ખંભાળિયામાં ઓટો રિક્ષામાં ચોર ખાનું બનાવી દારુની હેરાફેરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે.

ગુજરાતમાં દારુબંધી હોવા છતા અવારનવાર દારુનો જથ્થો ઝડપાતો હોય છે. ત્યારે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં દારુની બંધી વચ્ચે દારુની હેરાફેરીની ઘટના સામે આવી છે. ખંભાળિયામાં ઓટો રિક્ષામાં ચોર ખાનું બનાવી દારુની હેરાફેરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. જામનગરથી ખંભાળિયા તરફ દારૂની હેરાફેરી કરનારા યુવકને પોલીસે ઝડપી પાડ્યો છે. ઓટો રિક્ષામાં સ્પિકરના ખાનામાં રિક્ષાચાલકે દારૂની 84 બોટલ છુપાવી હતી, દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરી પોલસે રિક્ષાચાલકની ધરપકડ કરી છે.

રિક્ષામાં ચોરખાનું બનાવી કરવામાં આવતી હતી દારુની હેરાફેરી

ગુજરાતમાં આમ તો દારૂબંધી છે પરંતુ માત્ર નામની, અને તેનું ઉદાહરણ છે આ રિક્ષાચાલક કે જે બિંદાસ્ત રીતે દારૂની હેરાફેરી કરી રહ્યો હતો. આ તો પોલીસને બાતમી મળી અને બાતમીને આધારે તે ઝડપાયો પરંતુ આવા અનેક લોકો બેફામ રીતે દારૂનો વેપલો કરે છે અને તેઓને જાણે કે કાયદો વ્યવસ્થા અને પોલીસ પ્રશાસનનો કોઈ ખૌફ ના હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો