Gujarati Video: અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં SMCના દરોડા, લાખોના મુદ્દામાલ સહિત 2ની ધરપકડ
અમદાવાદના ગામતીપુર વિસ્તારમાંથી દારુ ઝડપી પાડ્યો છે. દારુ છુપાવવા માટે આરોપીએ બેડરૂમમાં ભોયરૂ બનાવ્યુ હતુ. આ ઉપરાંત આરોપીએ દારુ છુપાવવા માટે રસોડામાં પણ વ્યવસ્થા કરી હતી.
Ahmedabad : રાજ્યમાં ચોપડાના પાને તો નશીલા પદાર્થો પર પ્રતિબંધ છે. આમ છતા ગુજરાતમાંથી વારંવાર નશાકારક પદાર્થોનો જથ્થો ઝડપાતો રહે છે. આવી જ એક ઘટના અમદાવાદમાં બની છે. અમદાવાદના ગામતીપુર વિસ્તારમાંથી દારુ ઝડપી પાડ્યો છે..
આ પણ વાંચો : Ahmedabad Rain : ભારે પવન સાથે અમદાવાદના અનેક વિસ્તારોમાં મેઘ મહેર, વાતાવરણમાં પ્રસરી ઠંડક, જૂઓ Video
દારુ છુપાવવા માટે આરોપીએ બેડરૂમમાં ભોયરૂ બનાવ્યુ હતુ. આ ઉપરાંત આરોપીએ દારુ છુપાવવા માટે રસોડામાં પણ વ્યવસ્થા કરી હતી. SMCએ બાતમીના આધારે આરોપીના ઘરે દરોડા પાડ્યા હતા. અને પોણા પાંચ લાખના મુદ્દા માલ સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેમજ પોલીસે વધુ તપાસ હાથધરી છે.
આ અગાઉ રાજકોટના લોધિકા રોડ પર આવેલી એક દરગાહમાંથી લાખોનો ગાંજો ઝડપાયો હતો. રાજકોટની દરગાહમાંથી 24 કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો છે.
નબળા ચોમાસાની મોટી અસર: ગુજરાતના જળાશયો તરસ્યા,207માંથી માત્ર 20 છલોછલ
ચૈતર વસાવાને હંગામી રાહત! ગુજરાત હાઇકોર્ટે 7 દિવસના શરતી જામીન મંજૂર
શ્રાવણના અંતિમ સોમવારે સોમનાથમાં ઉમટ્યુ ભક્તોનું ઘોડાપૂર
1 જ રસોડામાં 3 અલગ સિલિન્ડર રાખવા પાછળનું શું છે સત્ય?
