AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video : ગાંધીનગરના કરાઇ પોલીસ અકાદમીમાંથી ઝડપાઈ દારૂની બોટલ, તાલીમી પીઆઈની ધરપકડ

Gujarati Video : ગાંધીનગરના કરાઇ પોલીસ અકાદમીમાંથી ઝડપાઈ દારૂની બોટલ, તાલીમી પીઆઈની ધરપકડ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 06, 2023 | 7:32 AM
Share

ગાંધીનગરની કરાઈ પોલીસ અકાદમીમાંથી દારુની બોટલ ઝડપાઈ હોવાની ઘટના સામે આવી છે. તાલીમાર્થીનાં રહેવાના બેરેકમાંથી દારુની બોટલ ઝડપાઈ છે.

Gandhinagar : આમ તો ગુજરાતમાં દારુબંધી છે. આમ છતા ગુજરાતમાંથી વારંવાર દારુનો જથ્થો ઝડપાતો રહે છે. ગાંધીનગરની કરાઈ પોલીસ અકાદમીમાંથી દારુની બોટલ ઝડપાઈ હોવાની ઘટના સામે આવી છે. તાલીમાર્થીનાં રહેવાના બેરેકમાંથી દારુની બોટલ ઝડપાઈ છે. કરાઈ પોલીસ અકાદમીમાં સમયાંતરે બેરેકનું ચેકિંગ કરવામાં આવે છે.

આ પણ વાંચો : Gandhinagar: ગો ગ્રીન અંતર્ગત ઊર્જા ક્ષેત્રે ગુજરાત અવ્વલ, કાર્બન ઉત્સર્જનમાં 72 હજાર ટનથી વધુના ઘટાડા સાથે 724 કરોડ યુનિટ ઊર્જાની બચત

આ સમયે બેરેકમાંથી તાલીમી પીઆઈ પાસેથી દારુની બોટલ ઝડપાઈ છે. આ સમગ્ર મામલામાં ડીજીપીએ કાર્યવાહી હાથ ધરી છે. ડભોડા પોલીસે તાલીમી પીઆઈ વિરૂદ્ધ ફરિયાદ નોંધી તાલીમી પીઆઈની ધરપકડ કરી છે. મળતી માહિતી અનુસાર તાલીમી પીઆઈનું નામ નિરંજન ચૌધરી છે.

વલસાડમાં દારૂની હેરાફેરી કરતા ઝડપાયા હતા બે આર્મીના જવાન

આ અગાઉ વલસાડમાં દારુની હેરાફેરી કરતા આર્મીના બે જવાનો ઝડપાયા હતા.વલસાડમાં 17 પેટી દારુ સાથે મરાઠા બટાલીયનના બે જવાન ઝડપાયા હતા. આર્મી અને ડિફેન્સ લખેલી કારમાં દારૂની હેરાફેરી કરતા હોવાનું સામે આવ્યુ હતુ. સૂત્રો અનુસાર દમણથી દારુની 552 બોટલ નવસારી લઈ જતા હતા. નવસારીમાં પાર્ટી કરવા માટે દમણથી દારુ લઈ જતા હોવાનું સામે આવ્યુ હતુ.

ગાંધીનગર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">