AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gandhinagar: ગો ગ્રીન અંતર્ગત ઊર્જા ક્ષેત્રે ગુજરાત અવ્વલ, કાર્બન ઉત્સર્જનમાં 72 હજાર ટનથી વધુના ઘટાડા સાથે 724 કરોડ યુનિટ ઊર્જાની બચત

Gandhinagar: પર્યાવરણની જાળવણી માટે રાજ્ય સરકાર વિશેષ પ્રયાસ કરી રહી છે. રાજ્યની સરકારી શાળાઓમાં LED ટ્યુબ લાઈટ અને ઊર્જા કાર્યક્ષમ પંખાના ઉપયોગ થકી કાર્બન ઉત્સર્જનમાં 2 હજાર ટનથી વધુનો ઘટાડો નોંધાયો છે. જેના થકી પાંચ વર્ષથી વધુ સમયમાં સરકારી શાળાઓના વીજબિલમાં 724 કરોડથી વધુ યુનિટની બચત થઈ છે.

Gandhinagar: ગો ગ્રીન અંતર્ગત ઊર્જા ક્ષેત્રે ગુજરાત અવ્વલ, કાર્બન ઉત્સર્જનમાં 72 હજાર ટનથી વધુના ઘટાડા સાથે 724 કરોડ યુનિટ ઊર્જાની બચત
Kinjal Mishra
| Edited By: | Updated on: Jun 03, 2023 | 7:51 PM
Share

Gandhinagar:  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ આજે ‘ગ્રીન ગુજરાત કલીન ગુજરાત’ અને ‘ગો ગ્રીન’ના મંત્ર થકી બિન-પરંપરાગત ઉર્જા ક્ષેત્રે ગુજરાતે દેશભરમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. પર્યાવરણ જાળવણી માટે રાજ્ય સરકારના વિશેષ પ્રયાસોથી રાજ્યમાં હજારો ટન કાર્બન ઉત્સર્જનમાં ઘટાડાની સાથે સાથે કરોડો રૂપિયાની બચત કરવામાં આવી છે. રાજ્ય સરકારે સરકારી પ્રાથમિક શાળાઓમાં LED ટ્યુબલાઇટ અને ઉર્જા કાર્યક્ષમ સ્ટાર રેટડ પંખાઓ લગાવીને છેલ્લા પાંચ વર્ષથી વધુના સમયમાં કાર્બન ઉત્સર્જનમાં 72 હજાર ટનથી વધુનો ઘટાડો કરવામાં તથા 724 કરોડથી વધુ યુનિટની બચત કરવામાં સફળતા મેળવી છે.

PM નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં ક્લાઈમેટ ચેન્જ અંગે અલગ વિભાગ શરૂ કરાવ્યો

પર્યાવરણની ચિંતા કરી તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં ક્લાઈમેટ ચેન્જ અંગે અલાયદો વિભાગ શરૂ કર્યો હતો. આ વિભાગ હેઠળ કાર્યરત રાજ્ય સરકારની સંસ્થા ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA) દ્વારા રાજ્યમાં પુનઃપ્રાપ્ય ઉર્જાને પ્રોત્સાહન આપવા અનેક ટકાઉ પહેલો અંતર્ગત વિવિધ યોજનાઓનું અમલીકરણ કરી રહી છે. જે આજે પર્યાવરણની જાળવણીમાં મહામૂલું યોગદાન આપી રહી છે.

છેલ્લા પાંચ વર્ષમાં 178.2 કરોડ યુનિટ ઊર્જાની બચત, 17,819 ટન કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો

રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2017-18માં ગુજરાત એનર્જી ડેવલોપમેન્ટ એજ્ન્સીના માધ્યમથી સરકારી પ્રાથમિક શાળાઓમાં ઉર્જા LED ટ્યુબ લાઇટ તથા કાર્યક્ષમ પંખા વિનામૂલ્યે આપવાની યોજના શરૂ કરી હતી. આ યોજના અંતર્ગત વર્ષ 2017-18 થી માર્ચ, 2023 સુધી સર્વશિક્ષા અભિયાન દ્વારા આપવામાં આવતી માહિતી મુજબ ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ગુજરાત ઉર્જા વિકાસ એજ્ન્સી દ્વારા 100 ટકા સરકારી સહાયથી કુલ 10,869 સરકારી પ્રાથમિક શાળાઓમાં 97,440 નંગ સ્ટાર રેટેડ પંખા અંદાજિત રૂ. 11.32 કરોડના ખર્ચે લગાવવામાં આવ્યાં છે. જેના થકી 178.2 કરોડ યુનિટની ઉર્જા બચત અને 17,819 ટન જેટલો કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થયો છે.

રાજ્યની સરકારી શાળાઓમાં 18,945 જેટલા ઉર્જા કાર્યક્ષમ સ્ટાર રેટેડ પંખા લગાવવાનું આયોજન

આ ઊર્જા કાર્યક્ષમ પંખાઓ 75-100 વોટના બદલે 50 વોટ વીજળી વાપરે છે એટલે કે 40થી 50 ટકા વીજળીની બચત કરી શકાય છે. આમ, આવા પંખાઓના ઉપયોગ થકી સરકારી પ્રાથમિક શાળાઓ પ્રતિવર્ષ એક પંખા દીઠ 54 યુનિટની બચત કરે છે. ચાલુ નાણાંકીય વર્ષ 2023-24 દરમિયાન રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં વધુ 18,945 જેટલા ઉર્જા કાર્યક્ષમ સ્ટાર રેટેડ પંખા લગાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

4.64 કરોડના ખર્ચે LED ટ્યુબલાઈટ લગાવવામાં આવી

એવી જ રીતે ગુજરાત એનર્જી ડેવલોપમેન્ટ એજન્સી દ્વારા વર્ષ 2017-18 થી સરકારી પ્રાથમિક શાળાઓમાં ઉર્જા કાર્યક્ષમ LED ટ્યુબલાઈટ વિતરણ અંગેની યોજનાનું પણ અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. આ યોજના અંતર્ગત વર્ષ 2017-18 થી માર્ચ-2023 અંતિત સુધીમાં સર્વશિક્ષા અભિયાન દ્વારા આપવામાં આવતી માહિતી મુજબ રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ગુજરાત ઊર્જા વિકાસ એજ્ન્સી દ્વારા 100 ટકા સરકારી સહાયથી કુલ 13,913 સરકારી પ્રાથમિક શાળાઓમાં 1,36,621 નંગ LED ટ્યુબલાઈટ અંદાજિત રૂ. 4.64 કરોડના ખર્ચે લગાવવામાં આવી છે. જેના થકી અત્યાર સુધીમાં આશરે 546.1 કરોડ યુનિટની ઉર્જા બચત અને 54,606 ટન જેટલો કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થયો છે.

આ પણ વાંચો : Gandhinagar: જળસંચય માટે રાજ્ય સરકારનો નવતર અભિગમ, ખેત તલાવડીમાં જીઓમેમ્બ્રેન ફીટ કરવા અરજી મંગાવાઈ

ઉર્જા કાર્યક્ષમ LED ટ્યુબલાઈટ લગાવવાથી સરકારી પ્રાથમિક શાળાઓ પ્રતિવર્ષ એક LED ટ્યુબલાઈટ દીઠ 94 યુનિટની બચત કરે છે. વર્ષ 2023-24 દરમિયાન રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં લગભગ 26,730 જેટલી ઉર્જા કાર્યક્ષમ LED ટ્યુબલાઈટ લગાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

g clip-path="url(#clip0_868_265)">