છોટાઉદેપુરના બોડેલીમાં વીજળી પડતાં એક વ્યક્તિનું મોત

ગુજરાતના છોટાઉદેપુરના બોડેલી તાલુકામા મોડાસર અને લઢોદ ગામ વચ્ચેની સીમમા વીજળી પડતા એક વ્યક્તિનું મોત થયું હતું

ગુજરાતના છોટાઉદેપુરના બોડેલી તાલુકામા ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. જો કે આ દરમ્યાન મોડાસર અને લઢોદ ગામ વચ્ચેની સીમમા વીજળી પડતા એક વ્યક્તિનું મોત થયું હતું. જેમાં ઘટનાની વિગત મુજબ સાંજના સમયે દીપસિંગ બારીયા પોતાના ઘરે પરત ન આવતા પરિવારજનોએ તપાસ આદરી હતી.

જ્યારે તપાસ કરતા ખેતરમાંથી દાઝેલી હાલતમા ખેડૂતનો મૃતદેહ મળી આવ્યો હતો. આ સમગ્ર ઘટનાની તપાસ બાદ મૃતકને પી.એમ માટે ખસેડવામાં આવ્યો છે.

આ પણ વાંચો : નીતિન પટેલની માર્મિક ટકોર, કહ્યું અમારી હાલત નાણાં વગરના નાથિયા જેવી

આ પણ વાંચો : નવરાત્રીમાં કલબો અને પાર્ટી પ્લોટમાં ગરબાના આયોજન માટે કલાકારોની માંગ

 

 

 

Click on your DTH Provider to Add TV9 Gujarati