Gujarati video : ગુજરાતમાં રહેશે વરસાદી માહોલ, હવામાન વિભાગે કરી આગાહી

આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં ભારે પવન ફુંકાવાની આગાહી આપવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 27, 2023 | 9:50 AM

Weather News : ગુજરાતમાં ભર ઉનાળામાં (summer 2023) ફરી વરસાદ પડવાની આગાહી છે. હવામાન વિભાગે (Meteorological department) ગુજરાતમાં ફરી ચોમાસા પહેલાનો વરસાદ (Rain) થવાની આગાહી કરી છે. હવામાન વિભાગે ગુજરાતમાં 28 અને 29 મે એ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો-Junagadh : ગિરનાર પર ભારે પવન ફૂંકાતા સતત બીજા દિવસે રોપ વે સેવા બંધ

પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, ભરૂચ, અમરેલી, રાજકોટ, ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. તો આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં ભારે પવન ફુંકાવાની આગાહી આપવામાં આવી છે.ગુજરાતમાં ગરમીથી આંશિક રાહત મળશે. રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. વેસ્ટર્ન ડિલ્ટર્બન્સના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેશે. જ્યારે ન્યુનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. જો વાત અમરેલી જિલ્લાની કરીએ તો આજે મહત્તમ તાપમાન 38 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 29 ડિગ્રી રહેશે. જ્યારે ભેજવાળુ વાતાવરણ 47 ટકા રહેશે. આણંદ જિલ્લામાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 29 ડિગ્રી રહેશે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">