Surendranagar : એક સાથે 27 રેશનિંગ દુકાનોના લાયસન્સ રદ કરાયા

સુરેન્દ્રનગરમાં (Surendranagar) તપાસ દરમિયાન 27 રેશનિંગ દુકાનધારકો દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સપાટી પર આવ્યું હતું. પુરવઠા વિભાગ દ્વારા આ તમામ રેશનિંગ દુકાનધારકોના લાયસન્સ 3 માસ માટે સસ્પેન્ડ કરીને દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 06, 2022 | 11:55 PM

સુરેન્દ્રનગર(Surendranagar )જિલ્લામાં સૌ પ્રથમ વખત એક સાથે 27  રેશનિંગ દુકાનોના(Ration Shop) લાયસન્સ(License) રદ કરવામાં આવ્યા છે. જેમાં જિલ્લા પુરવઠા વિભાગની ટીમે કુલ 29 રેશનિંગ દુકાનોના લાયસન્સ 3 મહિના માટે સ્થગિત કર્યા છે.વઢવાણ, પાટડી અને લખતર સહિતના વિસ્તારોમાં રેશનિંગ દુકાનોના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે. આ દરમિયાન આ તપાસમાં પુરવઠા કચેરીમાં આઉટસોર્સથી ક્લાર્ક તરીકે ફરજ બજાવતા કર્મચારીની સંડોવણી પણ ખુલી છે. આ ક્લાર્કને પણ તાત્કાલિક અસરથી છુટો કરવામાં આવ્યો છે.જેમાં કૌભાંડની વાત કરીએ તો રેશનિંગ દુકાનધારકો ગ્રાહકોના નામે ચડાવી સસ્તું અનાજ બારોબાર વેંચી મારતા હતા. જે ગ્રાહકો અનાજ લેવા નથી આવતા તેઓના નામે OTP પાડી કૌભાંડ આચરવામાં આવતું હતું. કૌભાંડીયા રેશનિંગ દુકાનદારો ગ્રાહકોની ફિંગરપ્રિન્ટ હેક કરી ગેરકાયદે બારોબાર અનાજનો જથ્થો સગેવગે કરતા હતા. જે ગાંધીનગર વિજિલન્સના ધ્યાને આવતા તપાસના આદેશ આપ્યા હતા.

આ તપાસ દરમિયાન 27 રેશનિંગ દુકાનધારકો દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સપાટી પર આવ્યું હતું. પુરવઠા વિભાગ દ્વારા આ તમામ રેશનિંગ દુકાનધારકોના લાયસન્સ 3 માસ માટે સસ્પેન્ડ કરીને દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. આ અંગે અનેકવાર પૂરવઠા વિભાગને ફરિયાદો પણ મળી હતી. જેના પગલે તપાસ કરીને પગલાં લીધા હતા.

આ પણ વાંચો :  Vadodara: ઉનાળાની શરૂઆતમાં જ પીવાના પાણીનો કકળાટ, લકુલેશનગર સોસાયટીના રહીશોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી

આ પણ વાંચો : Porbandar : માધવપુર ઘેડના મેળામાં 10 એપ્રિલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપસ્થિત રહેશે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">