પાવાગઢ મહાકાળીના ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, જુઓ વિડીયો

મા શક્તિની આરાધના અને ભક્તિમાં લોકો કોરોનાને પણ ભૂલી ગયા. શક્તિપીઠ પાવગઢનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે.

ગુજરાતમાં (Gujarat) આસો સુદ આઠમ નિમિત્તે પાવાગઢ(Pavagadh) મા કાળીના ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યુ હતું. આઠમના દિવસે અંદાજીત 1.5 લાખથી વધુ ભક્તોએ મા મહાકાળીના દર્શન કર્યા હતા. પાવગઢ નિજ મંદિર નજીક ઉંચાઈએથી ઉતરેલ એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે. આ વીડિયોમાં માઈ ભકતોનો અભૂતપૂર્વ ઘસારો જોવા મળી રહ્યો છે.

હજારોની સંખ્યામાં ભકતોની ભીડ જોવા મળી રહી છે.  ભીડનો આ વીડિયો સામે આવ્યો છે. મા શક્તિની આરાધના અને ભક્તિમાં લોકો કોરોનાને પણ ભૂલી ગયા. શક્તિપીઠ પાવગઢનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે. જેમાં ભારે  ભીડ જોઈ શકાય છે.

પંચમહાલના પાવાગઢમાં ભક્તોની ભીડ ઉમટી છે. બે વર્ષ બાદ નવરાત્રી દરમિયાન મંદિર ભક્તો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે… આશો નવરાત્રીના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શને પહોંચ્યા છે. પાવાગઢ ખાતે વધુ પડતા ભક્તો પહોંચતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ વ્યવસ્થા કરવામાં આવી છે.

અહીં કોરોનાની ગાઈડલાઈનો ચુસ્તપણે પાલન થાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આની સાથે ભક્તો માટે એસટી બસની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ પર કરાશે 55 ફૂટના રાવણના પૂતળાનું દહન, તૈયારીઓ આખરી તબક્કામાં

આ પણ વાંચો : દેશમાં કોલસાની અછત વચ્ચે ઉકાઈ હાઇડ્રો પ્લાન્ટમાંથી 21. 51 કરોડ યુનિટ વીજળીનું ઉત્પાદન

Click on your DTH Provider to Add TV9 Gujarati