કચ્છને સ્મૃતિવનની ભેટ આપતા વિદ્યાર્થીઓ અને સામાજીક સંસ્થાઓએ 27 હજારથી વધુ પોસ્ટકાર્ડ લખી PM મોદીનો માન્યો આભાર, જુઓ VIDEO

કચ્છને સ્મૃતિવનની (Smritivan)આપેલી ભેટ બદલ વડાપ્રધાનને 27 હજારથી વધુ પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા હતા. સાંસદની ઉપસ્થિતિમાં  27 હજાર પોસ્ટકાર્ડ પોસ્ટ વિભાગને સુપ્રત કરાયા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 22, 2022 | 8:49 AM

વડાપ્રધાન મોદીએ (PM Modi) કચ્છને સ્મૃતિવનની ભેટ આપતા સામાજીક સંસ્થાઓએ પોસ્ટકાર્ડ (Postcard) લખી વડાપ્રધાનને અભિનંદન પાઠવ્યા છે. કચ્છને સ્મૃતિવનની (Smritivan)આપેલી ભેટ બદલ વડાપ્રધાનને 27 હજારથી વધુ પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા હતા. સાંસદની ઉપસ્થિતિમાં  27 હજાર પોસ્ટકાર્ડ પોસ્ટ વિભાગને સુપ્રત કરાયા હતા. વિદ્યાર્થીઓ અને સામાજીક સંસ્થાઓએ (Social Institute) વડાપ્રધાનને પત્રો લખ્યા હતા. તો સામાજિક આગેવાને કહ્યું, સ્વજનોની યાદમાં સ્મૃતિવનમાં  ધનતેરસ અને દિવાળીના દિવસે દિપ પ્રગટાવવામાં આવશે.

કચ્છીઓને વડાપ્રધાન મોદીએ આપી સ્મૃતિવનની ભેટ

ગુજરાતમાં (Gujarat) મુખ્યમંત્રી તરીકે અને વડાપ્રધાન બન્યા બાદ પણ કચ્છને પીએમ મોદીએ હંમેશા વિશેષ રીતે યાદ કર્યુ છે અને તેથી જ કચ્છને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રિય પ્રદેશ તરીકે લોકો જોવે છે. ભુકંપ પછીના વિકાસ માટે 28 ઓગસ્ટે તેમના પ્રિય પ્રદેશ કચ્છને સ્મૃતિવન સહિત અનેક વિકાસકાર્યોની ભેટ આપી હતી. જો સ્મૃતિવનની વાત કરીએ તો  ભૂજના ભૂજિયા ડુંગર પર 470 એકર વિસ્તારને વિકસિત કરવામાં આવ્યો છે. સ્મૃતિ વન પ્રોજેક્ટ હેઠળ પ્રથમ તબક્કામાં 3 લાખથી વધુ વૃક્ષો, ભૂકંપ મ્યુઝીયમ, 300 વર્ષ જુના કિલ્લાનું નવીનીકરણનો સમાવેશ થાય છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">