ભૂજમાં હત્યા : નવા વર્ષના પ્રથમ દિવસે જ માનકુવા ગામમાં અંગત અદાવતમાં યુવાનની કરપીણ હત્યા

ભુજના માનકુવા ગામમાં તહેવારના દિવસે જ યુવકની જાહેરમાં હત્યાથી ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. અંગત અદાવતમાં યુવકની જાહેરમાં હત્યા કરાઈ.

KUTCH : કચ્છ જિલ્લાના ભૂજ તાલુકામાં નવા વર્ષના પ્રથમ દિવસે જ એક યુવકની હત્યા થઇ છે. ભૂજના માનકુવા ગામમાં તહેવારના દિવસે જ યુવકની જાહેરમાં હત્યાથી ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. અંગત અદાવતમાં યુવકની જાહેરમાં હત્યા કરાઈ. સ્થિતિ વણસે નહીં તે માટે ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.મૃત યુવાનના પરિવારજનો અને ગ્રામજનોએ આરોપીની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેવી માગ કરી છે.

તહેવારોની સીઝનમાં હત્યાના બનાવોથી રાજ્યમાં ચકચાર મચી જવા પામી છે. રાજ્યમાં અમરેલી જિલ્લામાં દિવાળીના દિવસે જ એક યુવકની હત્યા કરી દેવામાં આવી હતી. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના પીઠવડી અને સેંજળ વચ્ચે અકે યુવાનની હત્યા થઇ હતી. આ યુવકને છાતીના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા LCB અને તાલુકા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો અને હત્યાનો ભેદ ઉકેલવા કાવાયત હાથ ધરી હતી.

તો દિવાળીના આગલા દિવસે સુરેન્દ્રનગરમાં એક વૃદ્ધની હત્યા થઇ હતી. સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી તાલુકાના જૈનાબાદ ગામે પોતાના નવા બનાવેલા મકાનમાં સુતેલા વૃદ્ધ પર હુમલો કરી કોઇ અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારથી ઘા કરી હત્યા નિપજાવી નાસી છૂટ્યા હતા. વૃદ્ધની હત્યાના સમાચાર વહેતા થતા વહેલી સવારે ગામમાં દેકારો બોલી ગયો હતો અને ગામ લોકોએ ભેગા થઈ અને તાત્કાલિક 108 ની મદદથી વૃદ્ધને પાટડી હોસ્પિટલમાં પહોંચાડતા ફરજ પરના ડોકટરોએ વૃધ્ધને મૃત જાહેર કર્યા હતા.

આ પણ વાંચો : વિજય રૂપાણીનું મહત્વનું નિવેદન, કહ્યું “શરીરને ટકાવી રાખવા ઘણા વેજીટેરીયન ફૂડ છે, નોનવેજની જરૂર નથી”

આ પણ વાંચો : AHMEDABAD : દબાણો પર AMCએ ફેરવ્યું બુલડોઝર, 3 માસમાં 1200 કરોડના પ્લોટ ખાલી કરાવાયા

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati