AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AHMEDABAD : દબાણો પર AMCએ ફેરવ્યું બુલડોઝર, 3 માસમાં 1200 કરોડના પ્લોટ ખાલી કરાવાયા

AHMEDABAD : દબાણો પર AMCએ ફેરવ્યું બુલડોઝર, 3 માસમાં 1200 કરોડના પ્લોટ ખાલી કરાવાયા

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 06, 2021 | 7:03 AM
Share

AMCની સરકારી માલિકીના 40માંથી 31 પ્લોટમાં ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું હતું. સરકારી પ્લોટ દબાણ મુક્ત કર્યા બાદ ફરી દબાણ ન થાય તે માટે AMCએ ખાસ પોલિસી ઘડી છે.

AHMEDABAD : અમદાવાદમાં સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામ કરનારાઓ સામે AMCએ લાલ આંખ કરી છે અને પાછલા 3 જ મહિનામાં અમદાવાદ મહાનગરપાલિકા (AMC)ની દબાણ શાખાએ 1200 કરોડના 31 જેટલા પ્લોટમાં થયેલા ગેરકાયદે દબાણો દૂર કરાયા છે. મહત્વપૂર્ણ છે કે AMCની સરકારી માલિકીના 40માંથી 31 પ્લોટમાં ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું હતું. સરકારી પ્લોટ દબાણ મુક્ત કર્યા બાદ ફરી દબાણ ન થાય તે માટે AMCએ ખાસ પોલિસી ઘડી છે.આ પોલિસી હેઠળ હવે તમામ પ્લોટનું સમયાંતરે મોનિટરિંગ કરવામાં આવશે અને દરેક સપ્તાહે ટાઉન પ્લાનિંગ શાખાના સુપરવાઇઝરે સ્થળ પર જઇને પંચાનામું કરવું પડશે.

AMCની માલિકીના 40 જેટલા રિઝર્વ પ્લોટમાં દબાણ થયું હોવાનું સામે આવ્યું હતું.40 માંથી અત્યાર સુધીમાં 31 જેટલા પ્લોટમાંથી દબાણો અને ગેરકાયદે બાંધકામો દૂર કરી દેવામાં આવ્યા છે.પ્લોટમાં દબાણ ના થાય તે માટે દર મહિને પ્લોટનું મોનીટરીંગ કરવામાં આવશે.એસ્ટેટ વિભાગના સુપરવાઈઝરને સ્થળ તપાસ કરી પ્લોટની સ્થિતિ અંગે પંચનામું કરી લોગબુકમાં એન્ટ્રી કરવી પડશે.અને દર મહિને તેનો રિપોર્ટ રજૂ કરવો પડશે.

AMCએ દબાણ મુક્ત કરાવેલા પ્લોટ પર નજર કરીએ તો વસ્ત્રાલની TP-112માં 9 હજાર 741 ચોરસ મીટર જગ્યા દબાણ મુક્ત કરાવાઇ.જ્યારે TP-113માં 2 હજાર 850 ચોરસ મીટર જગ્યામાં થયેલા દબાણો દૂર કરાયા.તો ગોમતીપુર વોર્ડની TP-10માં પ્લોટ 123 અને 124માં 750 ચોરસ મીટર જગ્યા મુક્ત કરાવવામાં આવી.જ્યારે વિરાટનગર TP-49માં 2 હજાર 587 ચોરસ મીટર દબાણ દૂર કરવામાં આવ્યું.

આ પણ વાંચો : કચ્છના પ્રવાસન સ્થળોએ પર્યટકોની ભીડ, તહેવારોમાં મોટી સંખ્યામાં પ્રવાસી પહોંચ્યા

આ પણ વાંચો : પાટણ આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓએ વૃદ્ધાશ્રમમાં વૃદ્ધો સાથે દિવાળી અને નવા વર્ષની ઉજવણી કરી

g clip-path="url(#clip0_868_265)">