Kutch: લોકગાયિકા ગીતા રબારીએ વીર જવાનો સાથે ઉજવ્યું રક્ષાબંધનનું પર્વ, જુઓ વીડિયો

દર વર્ષે ગીતા રબારી કચ્છ બોર્ડર પર ફરજ બજાવતા જવાનો સાથે રક્ષાબંધનની ઉજવણી કરે છે, ત્યારે આજે ભુજ કોડકી રોડ સ્થિત બી.એસ.એફ (BSF) કેમ્પસમાં જવાનો સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2022 | 11:01 PM

કચ્છની  (Kutch) કોયલ ગણાતા જાણીતા લોકગાયક ગીતા રબારીએ (Geeta rabari) પણ આજે ભાઈ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની (Rakshabandhan) ઉજવણી કરી હતી, દર વર્ષે ગીતા રબારી કચ્છ બોર્ડર પર ફરજ બજાવતા જવાનો સાથે રક્ષાબંધનની ઉજવણી કરી છે. ત્યારે આજે ભુજ કોડકી રોડ સ્થિત બી.એસ.એફ (BSF) કેમ્પસમાં જવાનો સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી.

પરિવારથી દૂર જવાનોના કાંડે બાધ્યું રક્ષાસૂત્ર

ઘર પરિવારથી દુર દેશની રક્ષા માટે જવાનો પોતાની ફરજ બજાવે છે અને પોતાના પરિવાર સાથે તહેવારની ઉજવણી કરી શકતા નથી, ત્યારે જવાનો પોતાના પરિવારથી દુર આવા તહેવારોની ઉજવણી કરી શકે તે માટે ગીતા રબારી દર વર્ષે આ રીતે જવાનો સાથે ઉજવણી કરે છે. આજે જવાનો માટે ગીત ગાઈ બી.એસ.એફના જવાનોને રાખડી બાંધી હતી અને દેશની રક્ષા કરતા સલામત રહે તેવી શુભેચ્છા આપી હતી તો બીજી તરફ બનાસકાંઠાના નડાબેટ ખાતે પણ  પ્રવાસી મહિલાઓએ નડાબેટ ખાતે ફરજ બજાવતા જવાનોને રાખડી બાંધીને ધન્યતા અનુભવી હતી. રાજ્યમાં કોરોનાકાળ બાદ બે વર્ષ બાદ લોકોએ હર્ષોલ્લાસથી આ તહેવાર ઉજવ્યો હતો. પોલીસ જવાનો અને પોલીસ કર્મચારીઓને ઘણા શહેરોમાં મહિલાઓએ રાખડી બાંધી હતી.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">