કર્તવ્યપથ પર રજૂ થયુ કચ્છનું ખમીર, પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ધોરડોની ઝાંખીએ જમાવ્યુ આકર્ષણ, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Jan 26, 2024 | 1:13 PM

આ વર્ષે પ્રજાસત્તાક દિનની પરેડમાં 16 રાજ્યો અને કેન્દ્રસાશિત પ્રદેશો તથા કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોની નવ ઝાંખીઓ મળીને કુલ 25 ઝાંખીનું પ્રદર્શન થયુ. તેમાં ‘ધોરડો એટલે કે ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ’ વિષય આધારિત ઝાંખીનું પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં પ્રદર્શન કરવામાં આવ્યું.

આજે દેશભરમાં 75માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. કર્તવ્ય પથ પર વિવિધ રાજ્યોના ટેબ્લોનું પ્રદર્શન જોવા મળ્યુ. જો કે આ તમામમાં ગુજરાતના ટેબ્લોએ સૌનું આકર્ષણ મેળવ્યુ હતુ. પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં કર્તવ્ય પથ પર રજૂ થનારી ઝાંખીમાં ગુજરાત તરફથી ધોરડોના સાંસ્કૃતિક વારસાની ઝાંખી રજૂ કરવામાં આવી.

સફેદ રણ થકી વૈશ્વિક ઓળખ ધરાવતા કચ્છના ધોરડો ગામે પ્રજાસત્તાક પર્વ પર સમગ્ર દેશ અને દુનિયા સમક્ષ ગુજરાતની સંસ્કૃતિ ઉજાગર કરી. આ વર્ષે પ્રજાસત્તાક દિનની પરેડમાં 16 રાજ્યો અને કેન્દ્રસાશિત પ્રદેશો તથા કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોની નવ ઝાંખીઓ મળીને કુલ 25 ઝાંખીનું પ્રદર્શન થયુ. તેમાં ‘ધોરડો એટલે કે ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ’ વિષય આધારિત ઝાંખીનું પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં પ્રદર્શન કરવામાં આવી. તાજેતરમાં જ ધોરડોનો યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશનના ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’ની યાદીમાં સમાવેશ થયો છે.

આ પણ વાંચો-વિરમગામમાં અમદાવાદના જિલ્લા કક્ષાની ગણતંત્ર દિવસની ઉજવણી, મંત્રી બલવંતસિંહ રાજપૂતે કર્યુ ધ્વજવંદન

ગુજરાતની ભૌગોલિક સ્થિતિને ઝાંખીના આગળના ભાગમાં ફરતા ગ્લોબમાં દર્શાવવામાં આવી છે. વિશ્વમાં ગુજરાતનો નકશો અને ભુંગા તરીકે કચ્છી ઘરોથી ઓળખાતા ધોરડોને દર્શાવવામાં આવ્યો છે. આ ઉપરાંત ઝાંખીમાં સ્થાનિક હસ્તકળા, રોગાન કલા, કચ્છી પરંપરાગત સંગીત અને કૌશલ્ય સહિતની બાબતોને દર્શાવવામાં આવી છે. પરંપરાગત પહેરવેશમાં વિદેશી પ્રવાસીઓને ડિજિટલ રીતે પેમેન્ટ કરીને અહીંની કલાકૃતિઓને ખરીદતાં પણ દર્શાવવામાં આવ્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો