Ahmedabad :કુમકુમ મંદિર દ્વારા વચનામૃત ગ્રંથની 206મી જયંતીની ઉજવણી કરાઈ, જુઓ Video
અમદાવાદના મણિનગરમાં આવેલા કુમકુમ મંદિરમાં વચનામૃત ગ્રંથની 206મી જયંતીની ઉજવણી કરવામાં આવી છે. પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાનના મુખમાંથી નીકળેલી વાણીનો ગ્રંથ જે વચનામૃત તેની 206મી જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.
અમદાવાદના મણિનગરમાં આવેલા કુમકુમ મંદિરમાં વચનામૃત ગ્રંથની 206મી જયંતીની ઉજવણી કરવામાં આવી છે. પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાનના મુખમાંથી નીકળેલી વાણીનો ગ્રંથ જે વચનામૃત તેની 206મી જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વચનામૃત ગ્રંથનું સંતો દ્વારા તેનું પૂજન, અર્ચન, આરતી કરવામાં આવ્યા. ત્યારબાદ સભામાં પ્રેમવત્સલદાસજી સ્વામી અને શાસ્ત્રી હરિકૃષ્ણસ્વરુપદાસજી સ્વામી વચનામૃત ઉપર વિવેચન કર્યું હતું.
સ્વામિનારાયણ ભગવાનના મુખમાંથી જે વાણી વહી તેનાં કુલ 273 વચનમૃતો છે. જેનો સંગ્રહ સદ્. ગોપાળાનંદ સ્વામી, સદ્. મુકતાનંદ સ્વામી, સદ્. નિત્યાનંદ સ્વામી, સદ્. બ્રહ્માનંદ સ્વામી, અને સદ્ શુકાનંદ સ્વામી એ કર્યો છે. આ વચનામૃત હાલ સંસ્કૃત, હિન્દી, અંગ્રેજી અને ગુજરાતી એમ ચારેય ભાષામાં ઉપલબ્ધ છે. તેથી આજે અસંખ્ય માણસો તેનો લાભ લઈને કૃતાર્થ બને છે. આ વચનામૃતમ્ ગ્રંથ સૌને શીરાની જેમ ગળે ઉતરી જાય અને શ્રી સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંતો સમજાય તે માટે શ્રીજીસંકલ્પમૂર્તિ જીવનપ્રાણ અબજીબાપાએ આ વચનામૃત ઉપર “રહસ્યાર્થ પ્રદીપિકાટીકા” કરી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
