અંબાજીમાં ફાગણ સુદ પૂર્ણીમાની સવારની આરતી ક્યારે કરવામાં આવશે? જાણો

|

Mar 24, 2024 | 9:36 AM

હોળી ધૂળેટીની તહેવારોને લઈ રાજ્યના પ્રસિદ્ધ મંદિરોના દર્શન અને આરતીના સમયપત્રક જાહેર કરવામા આવ્યા છે. પ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ અંબાજી મંદિર દ્વારા પણ ફાગણ સુદ પૂર્ણીમાની તિથિ અને આરતીને લઈ વિગતો જાહેર કરવામાં આવી છે. જાણો ફાગણ સુદ પૂર્ણીમાની આરતી ક્યારે કરવામાં આવશે.

રાજ્યના પ્રસિદ્ધ મંદિરોમાં હોળી ધૂળેટીને લઈ દર્શન અને આરતીના સમયપત્રક જાહેર કરવામા આવ્યા છે. પ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ અંબાજી મંદિર દ્વારા પણ ફાગણ સુદ પૂર્ણીમાની તિથિ અને આરતીને લઈ વિગતો જાહેર કરવામાં આવી છે. અંબાજી મંદિરમાં સાંજે સાડા છ વાગ્યે થતી આરતી 24મી તારીખે સાંજે 7 વાગ્યે હોલિકા દહન બાદ કરાશે. અંબાજીમાં વર્ષોથી ગુજરાતી પ્રાથમિક શાળાનાં મેદાનમાં હોળી પ્રગટાવવામાં આવે છે ત્યાં જ આ વર્ષે હોલિકા દહનની વિધિ કરવામાં આવશે. જ્યારે પુનમની આરતી 25 માર્ચે સવારે 6 વાગ્યે કરવામાં આવશે. આમ વ્રતની પુનમ 25 માર્ચે જ ગણાશે.

આ પણ વાંચો: ‘ના’ કહી હતી છતાંય પાર્ટીએ ટિકિટ આપી, ડો તુષાર ચૌધરીએ કર્યુ મહત્વનું નિવેદન

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આ વર્ષે ભક્તોને 25 માર્ચે સવારે પુનમની આરતીનો લાભ મળશે. આ વર્ષે ફાગણ સુદ પૂર્ણીમાની તિથિ 24 માર્ચે બપોરે 1વાગ્યેને 54 મિનિટે શરૂ થઇને બીજા દિવસે 25 માર્ચે બપોરે 12 વાગ્યેને 21 મિનિટે પૂર્ણ થશે. આમ સોમવારે સવારે અંબાજીમાં પુનમની આરતીને લઈ ભક્તોની મોટી ભીડ દર્શન કરવા માટે ઉમટશે. આ માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 11:03 am, Sat, 23 March 24

Next Video