VIDEO : કિન્નર સમાજનું સેવાનું ઉત્તમ ઉદાહરણ, દત્તક લીધેલી દિકરીના ધામધૂમથી કરાવ્યા લગ્ન
કિન્નર સમાજે મધ્યમવર્ગીય પરિવારની 5 દીકરીઓને દત્તક લીધી હતી. જેના ભરણપોષણથી લઈને તમામ ખર્ચ તેઓએ જ ઉપાડ્યો છે. જેમાંથી એક દીકરીના ધામધૂમથી લગ્ન કર્યા.
અત્યાર સુધી તમે લગ્નો તો ખૂબ જોયા હશે, પરંતુ આજે અમે તમને એક વિશેષ લગ્ન બતાવી રહ્યા છીએ. વાત છે ગોધરાની જ્યાં કિન્નર સમાજે સેવા અને માનવતાનું એક પ્રેરણાત્મક ઉદાહરણ પૂરું પાડ્યું છે. કિન્નર સમાજે મધ્યમવર્ગીય પરિવારની 5 દીકરીઓને દત્તક લીધી હતી. જેના ભરણપોષણથી લઈને તમા ખર્ચ તેઓએ જ ઉપાડ્યો છે. જેમાંથી એક દીકરીના ધામધૂમથી લગ્ન કર્યા. જે ઉત્સાહથી માતા-પિતા પોતાની દીકરીને પરણાવે તે જ ઉત્સાહથી કિન્નર સમાજે દત્તક લીધેલી દીકરીને સારા ઘરમાં પરણાવી.
યુવતીએ કિન્નર સમાજનો આભાર માન્યો
જાન આવતા જ કિન્નર સમાજ વરઘોડામાં ડીજેના તાલે ઝૂમી ઉઠ્યો હતો. હિન્દુ રીતિ-રિવાજ પ્રમાણે, લગ્નની સાથે કિન્નર સમાજે દીકરીને કોઈ અગવડ ન પડે તે માટે જરૂરી તમામ કરિયાવર પણ આપ્યું હતુ. દરેક યુવતીને ઓરતા હોય છે કે સારા ઘરમાં તેના લગ્ન થાય, લગ્નમાં તે ખૂબ સુંદર તૈયાર થાય અને ધામધૂમથી તેના લગ્ન થાય.. ગોધરાની આ દીકરીના ઓરતા પણ પૂરા થયા. તેણે ખુશી વ્યક્ત કરતાં કિન્નર સમાજનો આભાર માન્યો.