Ahmedabad Video : ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી પર આજે થશે સુનાવણી

Ahmedabad Video : ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી પર આજે થશે સુનાવણી

Ronak Varma
| Edited By: | Updated on: Dec 07, 2024 | 11:39 AM

ગુજરાતમાં ચકચાર મચાવનાર ખ્યાતિકાંડમાં દિવસે દિવસે અનેક ખુલાસાઓ થઈ રહ્યાં છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ ગ્રામ્ય કોર્ટના શરણે ગયો છે. કાર્તિક પટેલે કરેલી આગોતરા જામીનની અરજી પર આજે સુનાવણી કરવામાં આવશે.

ગુજરાતમાં ચકચાર મચાવનાર ખ્યાતિકાંડમાં દિવસે દિવસે અનેક ખુલાસાઓ થઈ રહ્યાં છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ ગ્રામ્ય કોર્ટના શરણે ગયો છે. કાર્તિક પટેલે કરેલી આગોતરા જામીનની અરજી પર આજે સુનાવણી કરવામાં આવશે. પોલીસ ધરપકડથી બચવા ખ્યાતિકાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલના પરિવારે કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે. પરિવારે કરેલી આગોતરા જામીન અરજીમાં કાર્તિક પટેલ નિર્દોષ હોવાની રજૂઆત કરવામાં આવી છે.

સંજય પટોળિયાના 7 દિવસના રિમાન્ડ મંજૂર

ચકચારી ખ્યાતિ હોસ્પિટલકાંડમાં ઝડપાયેલા આરોપી સંજય પટોળિયાના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. બુધવારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપી સંજય પટોળિયાની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ આરોપીને કોર્ટમાં રજૂ કરીને ક્રાઈમ બ્રાન્ચે 7 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. 12 ડિસેમ્બર સાંજના 4 વાગ્યા સુધીના આરોપી પોલીસ રિમાન્ડ પર રહેશે. આ દરમિયાન પોલીસ સમગ્ર કાંડમાં તેમની શું ભૂમિકા છે.

શું હતી સમગ્ર ઘટના

મહેસાણા જિલ્લાના કડીના બોરીસણા ગામમાં ફ્રી મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાંથી 10 દર્દીઓને અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે બોલાવવામાં આવ્યા હતા. જ્યાં તમામ દર્દીઓને જાણ કર્યા વગર જ એન્જીયોગ્રાફી કરી હતી. સ્ટેન્ટ મૂક્યા બાદ 2 દર્દીના મોત થતા સમગ્ર ઘટના સામે આવી હતી.

Published on: Dec 07, 2024 11:22 AM
g clip-path="url(#clip0_868_265)">