AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Junagadh: વંથલીના ખોરાસામાં આખુ ગામ બન્યુ ગોકુળિયુ, ભવ્ય રીતે ઉજવાયો નંદોત્સવ-લઠ ઉત્સવ

Junagadh: વંથલીના ખોરાસામાં આખુ ગામ બન્યુ ગોકુળિયુ, ભવ્ય રીતે ઉજવાયો નંદોત્સવ-લઠ ઉત્સવ

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 05, 2026 | 8:17 PM
Share

Junagadh:જુનાગઢ જિલ્લામાં વંથલી તાલુકાના ખોરાસા ગામમાં ભવ્ય નંદઉત્સવ- લઠ ઉત્સવની ઉજવણી કરવામાં આવી. ખોરાસામાં આવેલા 131 વર્ષ જૂના ભગવાન વેંકટેશ દેવસ્થાને ભવ્ય નંદ ઉત્સવ યોજાયો હતો.

જુનાગઢના વંથલી તાલુકામાં આવેલા ખોરાસા ગામે ભવ્ય રીતે લઠ ઉત્સવ ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે સમગ્ર ગામ જાણે ગોકુળિયુ બનયુ હોય તેમ ભક્તિમય માહોલ જોવા મળ્યો. મોટી સંખ્યામાં લોકો આ નંદઉત્સવ-લઠ ઉત્સવ નિહાળવા ઉમટી પડ્યા હતા. આસપાસના ગામોમાંથી પણ જનમેદની ઉમટી પડી હતી. લઠ ઉત્સવની ઉજવણીમાં 30 ફુટ ઊંચા ચીકણા સ્તંભ પર મટકી ફોડ સ્પર્ધા આકર્ષણનું કેન્દ્ર બની હતી.

મોટા પાણીના કુંડ વચ્ચે માખણ, ગ્રીસ અને ભીંડીના પાણીથી સ્તંભને અત્યંત લપસણો બનાવાયો હતો. ત્યારબાદ 11 યુવાનો ચીકણા સ્તંભ પર ચડનારા અને અન્ય 22 યુવાનો તેમના પર પાણી ફેંકનારા અને તેમને ચડતા રોકનારા વચ્ચે હરીફાઈ થાય છે. કલાક- દોઢ કલાક સુધી આ પ્રકારે જંગ ચાલે છે અને અંતે 11 ચડવાવાળા યુવાનોનો વિજય થાય છે. આ પ્રકારે આ મટકી ફોડની સ્પર્ધા ભારે આકર્ષણનું કેન્દ્ર બને છે.

મોટા પાણીના કુંડમાંથી પાણી ઉડાડવાનો પ્રયાસ થતા પણ ભારે મથામણ બાદ યુવાનો મટકી ફોડી વિજેતા બને છે અને વિજેતાઓનુ સન્માન કરવામાં આવે છે.

Input Credit- Vijaysinh Parmar- Junagadh

શું જૌહર કરનારી રાણીઓ કાયર હતી કે વિરાંગના? શું સમયને પારખી જઈ નર્કની જિંદગી છોડીને જૌહર કરવુ એ કાયરતા હતી કે વીરતા?

 

 

Published on: Sep 05, 2026 07:38 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">