Kheda :સંધાણા ગામને જાહેર કરાયું કોલેરાગ્રસ્ત, કોલેરાનો એક કેસ નોંધાતા આરોગ્ય તંત્ર હરકતમાં

ખેડા જિલ્લામાં કોરોના, મ્યુકરમાઈકોસિસ ઉપરાંત વધુ એક બિમારીનું સંક્રમણ વધતા આરોગ્ય તંત્રની ચિંતા વધી છે.જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોલેરાના (Cholera) કેસો સામે આવતા આરોગ્ય તંત્રએ સંધાણા ગામને કોલેરા ગ્રસ્ત જાહેર કર્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2021 | 10:52 AM

રાજ્યમાં કોરોના અને મ્યુકરમાઈકોસિસ (Mukarmycosis)બાદ વધુ એક બિમારીએ માથું ઉંચક્યું છે. રાજ્યમાં દિવસે-દિવસે કોલેરાનું (Cholera)સંક્રમણ વધતું જોવા મળી રહ્યું છે.

ત્યારે કોલેરાએ હવે ખેડા જિલ્લામાં (Kheda )પણ પગપેસારો કર્યો છે. ખેડાના સંધાણા(Sandhana) ગામમાં કોલેરાનો એક કેસ નોંધાતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે.અને સંઘાણા ગામને કોલેરા ગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે.

ખેડા જિલ્લામાં વધતા કોલેરાના સંક્રમણને રોકવા માટે સંધાણા ગામને કોલેરા ગ્રસ્ત (Cholera Hit) જાહેર કરવામાં આવ્યું છે.અને આગામી એક મહિના સુધી સંધાણા ગામ કોલેરાગ્રસ્ત રહેશે.

હાલ,આરોગ્ય તંત્ર (Health Administration)કોલેરાના વધતા સંક્રમણને રોકવા કમરકસી છે.અને ગામડાઓમાં કોલેરાની યોગ્ય સારવાર મળી રહે તે માટે પ્રયત્નો હાથ ધર્યા છે. મહત્વનું છે કે,અગાઉ ગાંધીનગર જિલ્લાના કલોલનમાં વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : Gujarat : આજથી રાજ્યમાં ધોરણ 12 અને કોલેજના ઓફલાઈન વર્ગો શરૂ, મહતમ 50% ક્ષમતા સાથે સ્કૂલો શરૂ થઈ શકશે

આ પણ વાંચો : Ahmedabad: પેટ્રોલ- ડીઝલના ભાવમાં કોઈ રાહત નહી, અમદાવાદમાં પેટ્રોલનો ભાવ પહોંચ્યો 98ને પાર

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">