AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kheda: મહેમદાવાદમાં બોગસ પ્રમાણપત્રના કૌભાંડનો પર્દાફાશ, ઉચ્ચ પગારનો લાભ લેવા બોગસ પ્રમાણપત્ર બનાવ્યાનો ખૂલાસો

Kheda: મહેમદાવાદમાં બોગસ પ્રમાણપત્રના કૌભાંડનો પર્દાફાશ, ઉચ્ચ પગારનો લાભ લેવા બોગસ પ્રમાણપત્ર બનાવ્યાનો ખૂલાસો

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2022 | 10:26 PM
Share

Kheda: મહેમદાબાદમાં બોગસ પ્રમાણપત્રના કૌભાંડનો પર્દાફાશ થયો છે. તાલુકામાં 42 જેટલા શિક્ષકોએ CCCના બોગસ પ્રમાણપત્ર બનાવ્યા હોવાનુ તપાસમાં સામે આવ્યુ છે.

ખેડા (Kheda) ના મહેમદાવાદમાં બોગસ  કોમ્પ્યુટરના  CCC પ્રમાણપત્રના  કૌભાંડનો પર્દાફાશ થયો છે. મહેમદાવાદના 111થી વધુ શિક્ષકો (Teachers) ની કૌભાંડમાં સંડોવણી હોવાની શકયતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેને લઇ 42થી વધુ શિક્ષકો સામે કાર્યવાહી માટે પ્રાથમિક શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી છે. પ્રાથમિક શિક્ષણ વિભાગની તપાસમાં 42 શિક્ષકોએ ખોટા પ્રમાણપત્ર રજૂ કરી ઉચ્ચતરનો લાભ લીધો હોવાનો ખુલાસો થયો છે. તપાસમાં સામે આવ્યું છે કે પ્રાથમિક શિક્ષકોએ ઉચ્ચતર માધ્યમિકનો લાભ લેવા માટે બોગસ CCC પ્રમાણપત્ર રજૂ કર્યા હતા. બોગસ પ્રમાણપત્ર (Bogus Certificate) રજૂ કરનારા શિક્ષકો સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.

જિલ્લા પંચાયતની પ્રાથમિક શાળામા ફરજ બજાવતા શિક્ષકોમાંથી CCCના બોગસ પ્રમાણપત્રનું સૌથી મોટું કૌભાંડ હાલમાં બહાર આવ્યું છે. ખેડા જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળામાં જે શિક્ષકોએ વિદ્યા સહાયક તરીકેની નિમણૂક મેળવી છે. આવા શિક્ષકોએ ફૂલ પગારમાં આવતા પહેલા CCC નું પ્રમાણપત્ર જોડવાનું ફરજિયા હોય છે. તેમજ ફુલ પગારમાં આવેલા શિક્ષકો કે જે જુના શિક્ષકો છે તેમને પણ આવા ત્રિપલ સી ની પરીક્ષા પાસ કર્યાનું પ્રમાણપત્ર આપવાનું હોય છે.

આ અંગે ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કમલેશ પટેલે જણાવ્યુ કે પ્રાથમિક શિક્ષકોએ ઉચ્ચતર પગારનો લાભ લેવા માટે આવા બોગસ પ્રમાણપત્ર રજૂ કર્યા હોવાની બહાર આવી છે. આ કૌભાંડ બહાર આવતા શિક્ષણ તંત્ર ચોકી ઉઠ્યુ છે. આ બાદ તમામ તાલુકાના ટી.પી.ઓ.ને આ બાબતની તપાસ માટે જાણ કરવામાં આવી છે તેમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્યું છે.

g clip-path="url(#clip0_868_265)">