Rain News : જૂનાગઢના માણાવદરનો ખારો ડેમ થયો ઓવરફ્લો, નિચાણવાળા ગામોને અપાયું એલર્ટ, જુઓ Video

|

Jul 10, 2024 | 11:56 AM

હવામાન વિભાગની આગાહી વચ્ચે મેઘરાજાએ જુનાગઢ સહિતના જિલ્લાઓમાં ધબધબાટી બોલાવી છે. ત્યારે જૂનાગઢના માણાવદરનો ખારો ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતા નિચાણવાળા ગામોને ચેતવણી આપવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે મેઘરાજાએ જુનાગઢ સહિતના જિલ્લાઓમાં ધબધબાટી બોલાવી છે. ત્યારે જૂનાગઢના માણાવદરનો ખારો ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતા નિચાણવાળા ગામોને ચેતવણી આપવામાં આવી છે. જેમાં ભલગામ, કોડવાવ, રેવદ્રા, અક્લેરા, સામેગા ગામોમાં એલર્ટ કરવામાં આવ્યા છે.

લાંબા વિરામ બાદ મેઘરાજાએ આળસ ખંખેરી

ગઈકાલે 6 દિવસના વિરામ બાદ જૂનાગઢ શહેર અને વંથલી પંથકમાં ફરી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. ધોધમાર વરસાદથી વંથલીના પટેલ ચોક, આઝાદ ચોક, બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં વરસાદે જમાવટ કરી.તો બીજી તરફ જૂનાગઢ શહેરમાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો છે.

ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. આગામી 2 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત ,ડાંગ ,નવસારી ,વલસાડ ,તાપીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત જુનાગઢ ,અમરેલી ,ભાવનગર ,ગીર સોમનાથમાં પણ અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. જ્યારે બનાસકાંઠા ,પાટણ ,મહેસાણા ,સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ ,મહીસાગર ,દીવ, કચ્છ, દ્વારકા ,મોરબી ,જામનગર ,રાજકોટમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

 

Next Video