Dwarka Rain : ખંભાળિયા શહેરમાં વરસાદી માહોલ, 24 કલાકમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો, તેલી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ, જુઓ Video
દેવભૂમિદ્વારકાના ખંભાળિયામાં ભારે વરસાદથી તેલી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાકમાં 10થી 12 ઇંચ વરસાદ ખાબકતા તેલી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી છે.
દેવભૂમિદ્વારકાના ખંભાળિયામાં ભારે વરસાદથી તેલી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાકમાં 10થી 12 ઇંચ વરસાદ ખાબકતા તેલી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી છે. ભારે વરસાદથી ખંભાળિયા શહેરની તમામ નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ખંભાળિયામાં છેલ્લા 4 કલાકમાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.
મેઘરાજાએ બોલાવી ધબધબાટી
ધોધમાર વરસાદથી મુખ્ય માર્ગો જળમગ્ન બન્યા હતા.મેઘરાજા ધબધબાટી બોલાવતા રસ્તા પર નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.રામનાથ, સોસાયટી, ચાર રસ્તા, નગરગેટ, જોધપુરગેટ, સહિતના માર્ગો પર નદી જેમ વરસાદી પાણી વહેતા થયા છે. ખંભાળિયા શહેરમાં દિવસ દરમિયાન 6 ઇંચ વરસાદ ખાબક્યો છે. મુશળધાર વરસાદને પગલે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. હાલ પણ ખંભાળિયા શહેરમાં વરસાદ અવિરત વરસી રહ્યો છે.
