અમદાવાદઃ એકલવ્ય શાળાના વિદ્યાર્થીઓને ન્યૂડ વીડિયો બતાવવાનો મામલો, કરાટે શિક્ષકની ધરપકડ

અમદાવાદ શહેરમાં વસ્ત્રાલમાં આવેલ એકલવ્ય સ્કૂલના કરાટે શિક્ષકે વિદ્યાર્થીનીઓને ન્યૂડ વીડિયો બતાવવાના મામલે પોલીસ ફરિયાદ નોંધવમાં આવી છે. પોલીસે પોક્સો એક્ટ હેઠળ શિક્ષક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આરોપી શિક્ષક આર્ય દુબેને પોલીસે ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે. વીડિયો બતાવવાને મામલે વાલીઓએ શાળામાં હોબાળો મચાવ્યો હતો. જેને લઈ શાળામાં પોલીસનો કાફલો દોડી આવ્યો હતો.

Harin Matravadia
| Edited By: | Updated on: Dec 09, 2023 | 3:31 PM

અમદાવાદ શહેરના વસ્ત્રાલમાં આવેલ એકલવ્ય સ્કૂલમાં ધોરણ 5 ના વિદ્યાર્થીનીઓને શિક્ષક દ્વારા ન્યૂડ વીડિયો દર્શાવ્યા હોવાને લઈ હોબાળો મચ્યો હતો. વાલીઓએ શાળા પર પહોંચીને કાર્યવાહીની માંગ સાથે હોબાળો મચાવ્યો હતો. વાલીઓના હોબાળાને પગલે શાળામાં પોલીસનો કાફલો દોડી આવ્યો હતો.

આરોપી કરાટ શિક્ષક આર્ય દુબેએ વીડિયો દર્શાવ્યા હોવાને પગલે પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. ગુનો નોંધીને આરોપી શિક્ષકની ધરપકડ કરી લેવામાં આવી છે અને તપાસ શરુ કરવામાં આવી છે. શરુઆતમાં તો શાળાએ બચાવ કરતા કહ્યુ હતુ કે, અમે આક્ષેપોને પગલે શિક્ષકનો મોબાઈલ ચેક કરતાં આવુ વાંધાજનક કંઈ મળી આવ્યુ નહોતુ. વિવાદને પગલે તેને ફરજ થી હટાવી દેવામાં આવ્યો હતો. સ્થાનિક પોલીસે હવે આ મામલે તપાસ શરુ કરી છે અને મોબાઈલને તપાસ અર્થે મોકલવામાં આવશે.

 

આ પણ વાંચોઃ સૌરવ ગાંગુલીને ભૂતપ્રેત થયો અનુભવ, હોટલના રુમમાં અડધી રાતે એવું થયું કે દાદાના હોશ ઉડી ગયા

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">