Rain News : મહીસાગરના કડાણા ડેમની જળ સપાટીમાં વધારો, 118 ગામને એલર્ટ, જુઓ Video
ગુજરાતમાં છેલ્લા 2-3 દિવસથી ઉપરવાસમાં ભારે વરસાદના પગલે જળાશયોમાં પાણીની ભરપૂર આવક થઈ છે. ત્યારે મહીસાગરના કડાણા ડેમની જળ સપાટીમાં પણ વધારો થયો છે. કડાણા ડેમની સપાટી 416.02 ફૂટ પર પહોંચી છે.
ગુજરાતમાં છેલ્લા 2-3 દિવસથી ઉપરવાસમાં ભારે વરસાદના પગલે જળાશયોમાં પાણીની ભરપૂર આવક થઈ છે. ત્યારે મહીસાગરના કડાણા ડેમની જળ સપાટીમાં પણ વધારો થયો છે. કડાણા ડેમની સપાટી 416.02 ફૂટ પર પહોંચી છે. કડાણા ડેમના 6 દરવાજાને 5 ફૂટ સુધી ખોલાયા છે. ડેમમાંથી 69 હજાર 646 ક્યુસેક પાણી છોડાયું છે. જેના પગલે મહીસાગરના 110 ગામ અને પંચમહાલના 18 ગામને એલર્ટ આપવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે કડાણા ડેમમાં પાણીની વધારે આવક થતા કડાણા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. જેના પગલે મહીસાગરના 110 અને પંચમહાલ જિલ્લાના પણ અનેક ગામને એલર્ટ આપવામાં આવ્યું છે.
બીજી તરફ મહીસાગરના ભાદર ડેમમાં પણ પાણી આવક થતા છલોછલ થયો છે. ઉપરવાસમાં ધોધમાર પડેલા વરસાદના કારણે ભાદર ડેમ 97 ટકા ભરાયો છે. ભાદર ડેમમાંથી 338 ક્યુસેક પાણી છોડાયું છે. જેના કારણે નીચાણવાળા 7 ગામને એલર્ટ આપવામાં આવ્યું છે. ખાનપુર, લુણાવાડા,અને વીરપુર તાલુકાના 60 ગામોને સિંચાઈનું પાણી પુરુ પાડતો ભાદર ડેમ છલોછલ થતા ખેડૂતોમાં ખુશી છવાઈ છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
