junagadh : નીરજ નામ ધરાવતા પ્રવાસી માણી શકશે ગિરનાર રોપ-વેની મફત સવારી
નીરજનું નામ આજે દેશભરમાં લોકમુખે ચર્ચાઇ રહ્યું છે. ત્યારે નીરજની આ સિદ્ધિને બિરદાવવા ગિરનાર રોપ-વેનું સંચાલન કરતી કંપનીએ એક સ્કિમ ચાલું કરી છે.
junagadh : ટોકયો ઓલિમ્પિકમાં દેશનો ગોલ્ડ મેડલ અપાવનાર નીરજ ચોપરા પર દેશવાસીઓ ફિદા-ફિદા થઇ ગયા છે. ત્યારે નીરજનું નામ આજે દેશભરમાં લોકમુખે ચર્ચાઇ રહ્યું છે. ત્યારે નીરજની આ સિદ્ધિને બિરદાવવા ગિરનાર રોપ-વેનું સંચાલન કરતી કંપનીએ એક સ્કિમ ચાલું કરી છે. જેમાં ગિરનારની મુલાકાતે આવતા પ્રવાસીમાં જો કોઇનું નામ નીરજ હશે તો તે મફત ગિરનાર રોપવેની સવારી કરી શકશે. આ ઓફર 20 ઓગસ્ટ સુધી ચાલું રહેશે. આ મામલે ગિરનાર રોપવેના મેનેજર ઘનશ્યામ પટેલે માહિતી આપી હતી. તો હવે જેનું નામ નીરજ છે તો પહોંચી જાવ ગિરનાર રોપવેની મફત સવારી માણવા.
Published on: Aug 09, 2021 10:38 PM
Latest Videos
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો