Gujarat Rain : જૂનાગઢમાં મેઘરાજાએ બતાવ્યુ રૌદ્ર સ્વરુપ, 6 ઈંચ વરસાદમાં સર્જાઇ જળબંબાકારની સ્થિતિ, જુઓ Video
હવામાન વિભાગે આપેલી આગાહી અનુસાર ગુજરાતમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં ગઇકાલે વરસાદે ધબધબાટી બોલાવી છે. જૂનાગઢમાં કૂલ 6 ઇંચ જેટલો વરસાદ થતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ છે. ભારે વરસાદના પગલે જન જીવન અસ્ત વ્યસ્ત થઇ ગયુ છે.

જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાનું રૌદ્ર રૂપ જોવા મળી રહ્યુ છે. જૂનાગઢમાં કૂલ 6 ઈંચ વરસાદ ખાબક્યો છે. હાલ જૂનાગઢમાં વરસાદે વિરામ લીધો છે. જો કે ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. હાલ જૂનાગઢ શહેરમાંથી ધીમે ધીમે વરસાદી પાણી ઓસરી રહ્યા છે. ગઈકાલે રાત્રે ગિરનાર જંગલમાં વરસાદનું રોદ્ર રૂપ જોવા મળ્યું હતું.
વરસાદે વિરામ લેતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. ભારે વરસાદના કારણે જૂનાગઢ પાણી-પાણી થયુ હતુ. કાળવા નદીમાં પણ પૂરની સ્થિતિ ઉભી થઈ હતી. જો કે હવામાન વિભાગે હજુ પણ ભારે વરસાદની આગાહી આપી હોવાથી તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યુ છે.