જુનાગઢ: મંત્રીના નકલી પીએ બની ફરતા રાજેશ જાદવે યુવક પાસેથી પડાવ્યા 4.75 લાખ, નોંધાઈ ફરિયાદ- વીડિયો
જુનાગઢમાં મંત્રીના નક્લી પીએ બની ફરતા અને ધોંસ જમાવતા રાજેશ જાદવ સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. નોકરી અપાવવાની લાલચ આપી યુવાન પાસેથી 4.75 લાખ રૂપિયા પડાવ્યા હતા. મધુરમ વિસ્તારમાં રહેતા યુવક પાસેથી નક્લી પીએએ લાખોની ઠગાઈ આચરી.
થોડા દિવસ પહેલા જૂનાગઢમાંથી મંત્રીના નકલી PA બનીને ફરતા શખ્સની ધરપકડ કરાઇ હતી. તે રાજેશ જાદવ સામે હવે વધુ એક ફરિયાદ નોંધાઇ છે. મળતી માહિતી મુજબ, આ ઠગએ જૂનાગઢના મધુરમ વિસ્તારમાં રહેતા યુવાન સાથે ઠગાઇ કરી હોવાનું સામે આવ્યું છે. આ શખ્સે એક યુવાનને લાલચ આપી હતી કે. તેને LK હાઇસ્કૂલમાં શિક્ષકની નોકરી અપાવશે. આ બહાને રૂપિયા 4 લાખ 75 હજાર પડાવી લીધા. યુવકને નોકરીના ખોટા ઓર્ડર પણ બતાવ્યા. જો કે બાદમાં યુવાનને ઠગાઇની જાણ થઇ. તો, આ મુદ્દે સી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: સંસદની સદસ્યતા જવા પર મહુઆ મોઈત્રાનું પ્રથમ રિએક્શન આવ્યુ સામે કહ્યુ, ‘કોઈ પુરાવા વિના મળી સજા’
જુનાગઢના મેંદરડાનો રાજેશ જાદવ MLA પરસોત્તમ સોલંકીનો નકલી PA બનીને રોફ જમાવતો હતો અને પોતાની કાર પર MLA ગુજરાત પણ લખ્યું હતું. સાથે જ અંગત મદદનીશ હોવાના વિઝિટિંગ કાર્ડ પણ તેની પાસેથી મળ્યા હતા. જે મારફતે લોકોને ફસાવતો હતો. જો કે પોલીસને જાણ થતા આ શખ્સને ઝડપી લીધો હતો. ત્યારે હવે, તેણે કરેલી ઠગાઇની કરતૂતો સામે આવી રહી છે.
Input Credit- Vijaysinh Parmar- Junagadh
જુનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
નોંધ: વીડિયો આવવાનો બાકી છે.
