Junagadh: તાઉતે વાવાઝોડામાં જંગલમાં કેટલા વૃક્ષો પડ્યા તેનાથી વન પ્રધાન જ અજાણ, સર્વે ચાલુ હોવાનો વન પ્રધાનનો દાવો

Junagadh: તાઉતે વાવાઝોડામાં જંગલમાં કેટલા વૃક્ષો પડ્યા તેનાથી વન પ્રધાન જ અજાણ, સર્વે ચાલુ હોવાનો વન પ્રધાનનો દાવો

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 14, 2022 | 1:06 PM

વન વિભાગ દાવો કરી રહ્યુ છે કે તાઉતે વાવાઝોડાના કારણે ગીરમાં 95 લાખ વૃક્ષો પડી ગયા છે. જેના માટે તેમણે 500 કરોડની ગ્રાન્ટ પણ માગી છે. બીજી તરફ વનપ્રધાન ગીરના જંગલમાં કેટલા વૃક્ષો પડી ગયા હતા તે વાતથી અજાણ છે.

Junagadh : ગુજરાતમાં 6 માસ પહેલા ત્રાટકેલા તાઉતે વાવાઝોડાના કારણે ગીરના જંગલ (Gir Forest)માં વૃક્ષોને મોટું નુકસાન થયું હતુ. જે મામલે અત્યારે રાજકારણ ગરમાયુ છે. એક તરફ ગીરના જંગલમાં કેટલા વૃક્ષો (Tree) પડી ગયા તેનાથી વન પ્રધાન (Minister of Forests)જ અજાણ છે. તેઓ હજુ સર્વે ચાલી રહ્યો હોવાનું જણાવે છે. બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડિયા આ મામલે વન વિભાગને ખો આપી રહ્યા છે.

જુનાગઢ જિલ્લામાં આવેલુ ગીર અભયારણ (Gir Sanctuary) એશિયાઈ સિંહ (Asian Lion)સહિત વન્યજીવોને હરવા ફરવા માટેનું મોટુ અભ્યારણ્ય છે. જો કે ગુજરાતમાં 6 માસ પહેલા આવેલા તાઉતે વાવાઝોડાના કારણે ગીરના જંગલમાં મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થયા હતા. વન વિભાગ દાવો કરી રહ્યુ છે કે તાઉતે વાવાઝોડાના કારણે ગીરમાં 95 લાખ વૃક્ષો પડી ગયા છે. જેના માટે તેમણે 500 કરોડની ગ્રાન્ટ પણ માગી છે. બીજી તરફ વનપ્રધાન ગીરના જંગલમાં કેટલા વૃક્ષો પડી ગયા હતા તે વાતથી અજાણ છે. રાજ્ય કક્ષાના વનપ્રધાન જગદીશ પંચાલ એવું કહી રહ્યા છે કે, વાવાઝોડા દરમિયાન કેટલા વૃક્ષો પડ્યા છે તેનો સર્વે હજુ ચાલુ છે..

આ તરફ કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ સમગ્ર મુદ્દે વન વિભાગ પર બેદરકારીનો આક્ષેપ કર્યો છે કે, વન વિભાગે આ 95 લાખ વૃક્ષ ખસેડવા માટે 500 કરોડ રૂપિયાની ગ્રાન્ટ પણ માગી છે. હર્ષદ રિબડિયાએ કહ્યું કે, વન વિભાગની બેદરકારીના કારણે વન પ્રધાને નીચું જોવું પડ્યું છે.

મહત્વનું છે કે મે 2021માં તાઉતે વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે ટકરાયુ હતુ. વાવાઝોડાની ગીર-સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગર જિલ્લાને સૌથી વધુ અસર થઇ હતી. ધોધમાર વરસાદના કારણે જમીન ધોવાઇ ગઇ હતી અને ભારે પવનના કારણે ઠેર ઠેર અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા.

આ પણ વાંચો-

અમદાવાદ બ્લાસ્ટ કેસમાં સજાના ઓર્ડર પર વિશેષ કોર્ટમાં આજે સુનાવણી, 49 આરોપીઓને સજાની થઇ શકે છે જાહેરાત

આ પણ વાંચો-

અમદાવાદમાં હવે વેઈટરની જગ્યા લીધી રોબોટે, આ કેફેમાં શરૂ કર્યુ સર્વ કરવાનું કામ

g clip-path="url(#clip0_868_265)">