Junagadh : માળિયાના ખોરાસા પાસેથી ઝડપાયું ચરસ, 3.47 કિલો ચરસના જથ્થા સાથે બે ની ધરપકડ
બંને આરોપીઓ માળિયા તાલુકાના કુકસવાડા અને ખોરાસાના રહેવાસી છે. મહત્વનું છે કે અગાઉ પણ આ વિસ્તારમાંથી ચરસનો કરોડો રૂપિયાનો બિનવારસી જથ્થો મળી આવ્યો હતો.
જુનાગઢના માળિયાના (Maliya) ખોરાસા પાસેથી ફરી એક વખત ચરસનો જથ્થો ઝડપાયો છે. એસઓજીની ટીમે (SOG Team) ખોરાસા પાસેથી 3.47 કિલો ચરસના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે (Junagadh Police) બંને પાસેથી કુલ 5.32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બંને આરોપીઓ માળિયા તાલુકાના કુકસવાડા અને ખોરાસાના રહેવાસી છે. મહત્વનું છે કે અગાઉ પણ આ વિસ્તારમાંથી ચરસનો કરોડો રૂપિયાનો બિનવારસી જથ્થો મળી આવ્યો હતો.
સોમનાથના દરિયાકાંઠેથી વધુ 16 કિલો ચરસનો જથ્થો મળી આવ્યો
થોડા દિવસ અગાઉ ગીર સોમનાથ (Gir somanth) જિલ્લાના સોમનાથ નજીકથી ચરસનો જથ્થો મળી આવ્યો હતો. આ ઘટનામાં SOGએ ચરસના 16 પેકેટ કબજે કર્યા હતા. ઉલ્લેખનીય છે કે બે મહિના અગાઉ પણ સૌરાષ્ટ્રના (Saurashtra) ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા સહિતના દરિયાકાંઠેથી ચરસના પેકેટ મળી આવ્યા હતા. મરીન પોલીસે NDPS એકટ હેઠળ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરાઈ હતી.
