Gujarat Election: PM મોદીના આગમનને લઈને જુનાગઢમાં તડામાર તૈયારીઓ, કૃષિ યુનિવર્સિટીના મેદાનમાં જનમેદનીને સંબોધશે
પીએમ મોદી (PM Modi) ફરી એક વાર ગુજરાતના પ્રવાસે આવવાના છે. PM મોદી 19-20 ઓક્ટોબર ગુજરાતના પ્રવાસે આવવાના છે. 19 ઓક્ટોબરે સવારે તેઓ જૂનાગઢમાં (Junagadh) વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે.
Gujarat Assembly Election 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022)ને લઈને ભાજપ (BJP) એક્શન મોડમાં છે. જેમાં પીએમ મોદી (PM Modi Gujarat Visit) અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ ગુજરાતના પ્રવાસે અવાર નવાર આવી રહ્યા છે. જેમાં પીએમ મોદી ફરી એક વાર ગુજરાતના પ્રવાસે આવવાના છે. PM મોદી 19-20 ઓક્ટોબર ગુજરાતના પ્રવાસે આવવાના છે. 19 ઓક્ટોબરે સવારે તેઓ અમદાવાદ એરપોર્ટ પહોંચશે. જે પછી ગાંધીનગરમાં મહાત્મા મંદિરે ડિફેન્સ એક્સપોની શરૂઆત કરાવશે. પછી મિશન સ્કૂલ ઓફ એક્સીલેન્સ અંતર્ગત કાર્યક્રમમાં ભાગ લેશે તો જૂનાગઢમાં (Junagadh) વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે. રાજકોટમાં એરપોર્ટથી રેસકોર્સ સુધી રોડ શોનું આયોજન કરવામાં આવ્યુ છે.
આગામી 19 ઓક્ટોબરે વડાપ્રધાન મોદી જૂનાગઢની મુલાકાતે આવી રહ્યા છે. જેને લઈને વહીવટી તંત્રએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. વડાપ્રધાનના હસ્તે કરોડોના કામોના ખાતમૂર્હુત અને લોકાર્પણના કાર્યક્રમો યોજાશે. કૃષિ યુનિવર્સીટી ખાતે પચાસ હજારથી વધુ લોકો બેસી શકે તેવા પાંચ ડોમ ઉભા કરવામાં આવ્યા છે. સાથે લોકોને મોદીના કાર્યક્રમમાં કોઈ તકલીફ ન પડે તે માટે શહેરના રોડ પર તમામ સુવિધા ઉભી કરાઈ છે. જૂનાગઢ સહિત ચાર જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો આવશે તેવું શહેર ભાજપના પ્રમુખનું કહેવું છે.
આ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 ઓક્ટોબરે કેવડિયામાં વિદેશ મંત્રાલયની કોન્ફરન્સમાં હાજર રહેવાના છે. તેઓ તાપીના વ્યારામાં વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત-લોકપર્ણ કરવાના છે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓક્ટોબર મહિનાના અંત સુધીમાં કાગવડ ખોડલધામ મંદિરમાં ધજા ચઢાવે તેવી શક્યતા છે. ખોડલધામ મંદિર ટ્રસ્ટ તરફથી થોડા જ દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ માટે આમંત્રણ પણ મોકલવામાં આવી શકે છે. જે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખોડલધામ મંદિરની મુલાકાત લઈ શકે છે.
