અમરેલીથી કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મરે એકસમયના જાયન્ટ કિલર નેતા ગણાતા કનુ કલસરિયા સાથે કરી મુલાકાત- જુઓ વીડિયો
અમરેલી લોકસભા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મરે ગુરુવારે મહુવાના ધારાસભ્ય રહેલા અને એકસમયના જાયન્ટ કિલર નેતા ગણાતા કનુ કલસરિયા સાથે મુલાકાત કરી હતી. આ અગાઉ થોડા દિવસો પહેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે પણ કલસરિયા સાથે મુલાકાત કરી હતી.
અમરેલી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મરે પ્રચારના શ્રીગણેશ કરી દીધા છે. આ જ સિલસિલામાં તેમણે મહુવા વિસ્તાર તેમના અમરેલી મતક્ષેત્રમાં આવતો હોવાથી એકસમયના જાયન્ટ કિલર નેતા ગણાતા કનુ કલસરિયા સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાત અને પૂર્વ સાંસદ તેમજ પૂર્વ ધારાસભ્ય રહેલા વીરજી ઠુમ્મર પણ જોવા મળ્યા હતા.
થોડા દિવસો અગાઉ જ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પણ કનુ કલસરિયા સાથે મુલાકાત કરી હતી. જે બાદ એવી અટકળો વહેતી થઈ હતી કે કનુ કલસરિયા ફરી ભાજપમાં જોડાશે. જો કે થોડા દિવસ પહેલા જ કનુ કલસરિયાએ હાલમાં કોઈ પક્ષમાં નહીં જોડાવાની વાત કરી હતી. કનુ કલસરિયાએ 2023માં જ કોંગ્રેસમાંથી પણ રાજીનામુ આપી દીધુ છે. ત્યારે જેની ઠુમ્મરની આ મુલાકાત પણ સૂચક ગણાઈ રહી છે. એવા પણ કયાસ લગાવાઈ રહ્યા છે કે શું કનુ કલસરિયા ફરી કોંગ્રેસમાં ઘર વાપસી કરવાના મૂડમાં છે કે કેમ ?
દુષ્કાળના ઓળા, દેશના કેટલાય રાજ્યોમાં અપૂરતા વરસાદથી અછતની સ્થિતિ !
ગાંધીનગર મનપાની ચૂંટણી માટેના દાવેદારોને આજે સાંભળશે ભાજપના નિરીક્ષકો
અમરેલીમાં તેલ ટેન્કરનો અકસ્માત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની હોસ્ટેલ મેસમાં ABVP ની સરપ્રાઇઝ ચેકિંગ
