દિવાળી પહેલા વતન જવાની ઉતાવળમાં લોકોની જીવના જોખમે મુસાફરી, જુઓ વીડિયો
દિવાળી નિમિત્તે લોકો વતન જવાની લ્હાયમાં પોતાનો જીવ જોખમમાં મૂકીને લકઝરી બસોમાં મુસાફરી કરી રહ્યા છે. અમદાવાદથી ગાંધીનગર વાયા રાજસ્થાન જતી ખાનગી બસના મોતને આમંત્રણ આપતા દ્રશ્યો સામે આવ્યા છે. રાજસ્થાન જતી ખાનગી બસની છત પર જીવના જોખમે મુસાફરોને બેસાડવામાં આવ્યા છે.
દિવાળીનો તહેવાર હોય એટલે બધા લોકોની ઇચ્છા હોય કે પરિવાર સાથે ઉજવે, પરંતુ ક્યારેક ઘરે જવાની ઉતાવળ અને થોડા રૂપિયા વધુ ખર્ચ થઇ જવાની ચિંતામાં કેટલાક લોકો જીવ સાથે જોખમ લઇ લે છે. આવા જ દ્રશ્યો ગુજરાતમાં પણ જોવા મળ્યા છે. જ્યાં લોકો ટ્રાવેલ્સ બસની ઉપર અને જીપમાં જોખમી મુસાફરી કરી રહ્યા છે.
દિવાળી નિમિત્તે લોકો વતન જવાની લ્હાયમાં પોતાનો જીવ જોખમમાં મૂકીને લકઝરી બસોમાં મુસાફરી કરી રહ્યા છે. અમદાવાદથી ગાંધીનગર વાયા રાજસ્થાન જતી ખાનગી બસના મોતને આમંત્રણ આપતા દ્રશ્યો સામે આવ્યા છે. રાજસ્થાન જતી ખાનગી બસની છત પર જીવના જોખમે મુસાફરોને બેસાડવામાં આવ્યા છે.
આ પણ વાંચો મુંબઈ-અમદાવાદ વચ્ચે ‘વંદે સાધારણ ટ્રેનનું’ કરાયુ ટ્રાયલ રન, હવે ખિસ્સાને પોસાય તેવી રહેશે મુસાફરી
નવસારીમાં નેશનલ હાઈવે 48 પરનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં જોખમી મુસાફરીના દ્રશ્યો જોઈ શકાય છે. દિવસે-દિવસે અકસ્માતો વધી રહ્યા છે. તેવામાં લોકો જાગૃત થવાને બદલે વધુ બેદરકાર બની રહ્યાં હોવાનો આ પુરાવો છે.