Gujarati Video : જય જય ગરવી ગુજરાત, રાજ્ય આજે 63મો સ્થાપના દિવસ ઉજવશે
ગુજરાતનો મહિમાગાન કરતી કવિ ખબરદારની એક બહુ જ લોકપ્રિય કવિતા છે, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. આજે દરેક ગુજરાતીના સન્માન અને ગૌરવનો આજે દિવસ છે. આજના દિવસને ગુજરાત દિવસ, ગુજરાત દિન, ગુજરાત ગૌરવ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે.
આજે દરેક ગુજરાતી માટે ગૌરવનો દિવસ છે. કારણ કે ગુજરાત રાજ્યનો આજે સ્થાપના દિવસ છે. આ ગૌરવવંતુ રાજ્ય આજે પોતાનો 63મો સ્થાપના દિવસ તરીકે ઉજવી રહ્યુ છે. પહેલી મે, 1960ના દિવસે ગુજરાતને સ્વતંત્ર રાજ્યનો દરજ્જો મળ્યો હતો. ભારતમાં ભાષાવાર રાજયોની પુનઃરચના કાર્યક્રમ અંતર્ગત બૃહદ મુંબઈ રાજ્યમાંથી ગુજરાતની સ્થાપના થઈ હતી. આ દિવસને ગુજરાત દિવસ, ગુજરાત દિન, ગુજરાત ગૌરવ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે ગુજરાત દેશનું સૌથી વિકસીત રાજ્ય છે. ગુજરાતે આઝાદી પછી વિકાસની હરણફાળ ભરી છે અને ગુજરાતનું નામ દુનિયાભરમાં ગાજતુ થયું છે.
આ પણ વાંચો : સુરત જિલ્લાના ઘલા માવઠાથી ગામમાં કેળા અને કેરીનો પાક જમીનદોસ્ત
ગુજરાત રાજ્યની સ્થાપનામાં 1956માં શરૂ થયેલા મહાગુજરાત આંદોલનની મહત્વની ભૂમિકા રહી છે. આંદોલનના મુખ્ય નાયક ઇન્દુલાલ યાજ્ઞિક હતા જે ઇન્દુચાચા તરીકે ઓળખાય છે. 1 મે 1960 એ મરાઠી અલગતાવાદી પરીબળોના આંદોલનો અને મહાગુજરાત આંદોલન થકી મુંબઇ રાજ્યનું વિભાજન થયુ. જેમાં ભાષાના આધારે ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે રાજ્યોની અલગ રચના કરવામાં આવી હતી. આમ પ્રથમ વખત ગુજરાતે સ્વાયત રાજ્યનો દરજ્જો મેળવ્યો હતો. ગુજરાતનું પ્રથમ પાટનગર અમદાવાદ હતું. 1970માં નવા બનાવેલા શહેર ગાંધીનગરમાં રાજધાની ખસેડવામાં આવી હતી. ભાષાના આધારે અલગ થનારૂ ગુજરાત દેશનું બીજુ રાજ્ય હતુ.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…